અભિનેત્રી વૈશાલી ઠક્કરના મોતમાં થયો નવો ખુલાસો, તેની મોડલ મિત્રએ કહી એવી ચોંકવનારી વાત કે સાંભળીને તમે પણ હેરાન રહી જશો

મોડલ પ્રિયા સોનીએ જણાવ્યું વૈશાલીબના આપઘાતનું કારણ, કહ્યું, “પરણેલો વ્યક્તિ બન્યો આફત”

ટીવી અભિનેત્રી અને “સસુરાલ સિમર કા” ફેમ વૈશાલી ઠક્કર હવે આ દુનિયામાં નથી. ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કરે રવિવારે આત્મહત્યા કરીને જીવનનો અંત આણ્યો હતો. શાનદાર કારકિર્દી, શાનદાર જીવન, સંપત્તિ અને ખ્યાતિ છતાં વૈશાલીનું મોતને ભેટી અને તેના ચાહકોને આશ્ચર્યમાં મૂકી દે છે. પ્રાથમિક તપાસમાં અને આપઘાત સ્થળેથી મળેલી વૈશાલીની સુસાઇડ નોટમાં સામે આવ્યું છે કે વૈશાલીએ તેના પૂર્વ બોયફ્રેન્ડના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હતો. હવે વૈશાલીની ફ્રેન્ડ અને મોડલ પ્રિયા સોનીએ પણ વૈશાલી વિશે ઘણી ચોંકાવનારી વાતો શેર કરી છે.

મોડલ અને આઈટમ ગર્લ પ્રિયા સોનીના કહેવા પ્રમાણે, વૈશાલી ઠક્કર ડિપ્રેશનમાંથી પસાર થઈ રહી હતી. ડિપ્રેશનનું કારણ સંબંધ તોડવાનું હતું. પ્રિયા સોનીના કહેવા પ્રમાણે, ‘વૈશાલીના કેન્યાના ડૉક્ટર અભિનંદન સિંહ સાથેના સંબંધોની પુષ્ટિ થઈ હતી. બંનેએ સગાઈ પણ કરી લીધી હતી. પરંતુ, બાદમાં તેમનો સંબંધ તૂટી ગયો. ત્યારથી તેના મગજમાં આત્મહત્યાના વિચારો આવતા હતા. તેણે વધુ એક વખત આપઘાતનો પ્રયાસ કર્યો. તેણે ખાવા-પીવાનું પણ બંધ કરી દીધું હતું. આ બધાનું કારણ તેનો પાડોશી રાહુલ નવલાણી હતો. વૈશાલીની સમસ્યાઓ વિશે વાત કરતાં પ્રિયા સોનીએ કહ્યું, ‘રાહુલ નવલાણી પોતે પરિણીત છે, છતાં તે વૈશાલી સાથે લગ્ન કરવા માગતો હતો. તે ઘણા સમયથી વૈશાલીને ટોર્ચર કરતો હતો.

પ્રિયા સોનીએ વધુમાં કહ્યું કે, ‘વૈશાલીએ સોશિયલ મીડિયા પર ડૉ અભિનંદન સાથેની તેની સગાઈ પણ શેર કરી હતી. બંને લગ્ન કરવાના હતા. પરંતુ, બાદમાં તેણે કંઈપણ બોલ્યા વગર સોશિયલ મીડિયા પરથી સગાઈના તમામ ફોટા ડિલીટ કરી દીધા હતા. તે સ્પષ્ટ છે કે બંને વચ્ચે કંઈક બરાબર ન હતું. પ્રિયા સોનીએ કહ્યું, ‘તે ભારત છોડવા માંગતી ન હતી. તે અહીં રહીને સામાજિક કાર્ય કરવા માંગતી હતી. આ જ કારણ હતું કે ડૉ.સિંઘ સાથેના તેના સંબંધોમાં તિરાડ પડી હતી. પ્રિયાના કહેવા પ્રમાણે, ‘વૈશાલી તેના અંગત જીવનમાં ઉતાર-ચઢાવ બાદ લાંબા સમયથી પરેશાન હતી.’

વૈશાલી ઠક્કર સાથેના તેના જોડાણ અંગે પ્રિયાએ કહ્યું, “સાચું કહું તો, હું એવો દાવો ન કરી શકું કે અમે મિત્રો હતા, પરંતુ અમે એકબીજાને ઓળખતા હતા. અમે અવારનવાર મળતા હતા. પરંતુ, અમે અમારા જીવનમાં ખૂબ વ્યસ્ત હતા. મને ખબર હતી કે તે બ્રેકઅપ અને રિલેશનશિપની સમસ્યાઓમાંથી પસાર થઈ રહી છે. તે પોતાના અંગત જીવનને લઈને ડિપ્રેશનમાં હતી. ખાસ કરીને તે પરિણીત પુરુષ (રાહુલ નવલાણી)ને કારણે. મેં તેની સાથે ઘણી વાર વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે કંઈપણ જણાવવા તૈયાર ન હતી.

પ્રિયા સોની કહે છે કે, ‘રાહુલ પાસે વૈશાલીના કેટલાક અંગત અને અંતરંગ વીડિયો અને તસવીરો હતી, જેમાં તે બંને હતા. આવી સ્થિતિમાં રાહુલ વૈશાલીને સતત ટોર્ચર કરી રહ્યો હતો કે જો તે તેની સાથે લગ્ન નહીં કરે તો તમામ વીડિયો અને ફોટો સાર્વજનિક કરી દેવામાં આવશે એમ કહી તે વૈશાલીને સતત ધમકાવીને તેનું શોષણ કરતો હતો. તે કહેતો હતો કે જો વૈશાલી તેના સિવાય બીજા કોઈ સાથે લગ્ન કરશે તો તે બધું જ જાહેર કરી દેશે.

Niraj Patel