થાઇલેન્ડમાં ખૂબ જ મોજથી વેકેશન મનાવી રહી છે પ્રિયા પ્રકાશ વારિયર, સમુદ્રમાં મિત્રો સાથે વિંક ગર્લે આવી રીતે કરી મસ્તી

Priya Prakash Varrier In Thailand : અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયરની ફિલ્મ ‘ઓરુ અદાર લવ’ની એક ક્લિપે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી અને આ પછી તે રાતોરાત સેન્સેશન બની ગઈ. ભારતીય યુવાનોને પાગલ બનાવીને, તેને એક નવું ટેગ ‘વિંક ગર્લ’ મેળવ્યું અને નવી તે ‘નેશનલ ક્રશ’ પણ બની.

તેની અભિનય કૌશલ્યથી સિને પ્રેમીઓને મંત્રમુગ્ધ કરવા ઉપરાંત, મલયાલમ અભિનેત્રી એક સોશિયલ બટરફ્લાય તરીકે પણ જાણીતી છે. તે તેના ચાહકોને તેના અંગત જીવન વિશે માહિતી આપીને અપડેટ કરવાનું પસંદ કરે છે. જ્યારે તેણે ભૂતકાળમાં ઘણી વખત તેના સિઝલિંગ દેખાવથી ચાહકોને દીવાના બનાવ્યા છે, ત્યારે તેના થાઇલેન્ડ વેકેશનની તાજેતરની તસવીરોએ ઇન્સ્ટાગ્રામ પર તાપમાન વધારી દીધુ છે.

શનિવારે પ્રિયા પ્રકાશ વારિયરે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં તે બીચવેરમાં જોવા મળી હતી. અભિનેત્રી યલો ટોપ અને ફ્લોરલ બોટમ પહેરેલી જોવા મળે છે. તેણે ઘણી તસવીરો શેર કરી હતી, જેમાં તે આ લુકમાં કેમેરા સામે શાનદાર પોઝ આપી રહી હતી. આ ઉપરાંત તે એક-બે તસવીરમાં તેના મિત્રો સાથે પણ જોવા મળી હતી.

પ્રિયાએ તેની પોસ્ટને કેપ્શન આપ્યું, ‘ફી ફીના સ્વચ્છ વાદળી પાણીને કોણ નકારી શકે? મારા બે બેસ્ટ ફ્રેન્ડ્સ પણ નહીં, જેઓ અંદર જવાના વિચારથી ધ્રૂજતા હતા. અમારામાંથી કોઈને કેવી રીતે તરવું તે આવડતું નથી, તેમ છતાં અમે માછલીઓ સાથે સ્નોર્કલિંગ અને આનંદ માણવાનો શ્રેષ્ઠ સમય પસાર કર્યો.

આવવા બદલ અને આ શક્ય બનાવવા બદલ બંનેનો આભાર. પ્રિયાએ તેના નવા બીચ લૂકથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધુ છે. પ્રિયાની આ સુંદર તસવીરો પર તેના ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. ફોટો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, “ઉફ્ફ ખૂબ જ સુંદર કિલિંગ લુક”. તો બીજાએ લખ્યું, “હું તારા પ્રેમમાં પડી ગયો છું.”

અન્ય એક યુઝરે લખ્યું, “અદ્દભુત તસવીરો. ઘણા સમય પછી જોવા મળી.” જણાવી દઇએ કે, પ્રિયા પ્રકાશના બોલ્ડ ફોટો અવાર નવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.

Shah Jina