Oops આંખ મારીને બધાને ઘાયલ કરનાર પ્રિયાએ ફોટો મુક્તી વખતે આ ભૂલ કરી દીધી અને પાછળથી ….

0

ટ્રોલર્સને ફક્ત એક મોકો જ જોઈતો હોય છે કે ક્યારે કોઈ કંઈક પણ કરે અને તેઓ એને નિશાનો બનાવીને ટ્રોલ કરે. એમાં પણ બોલીવૂડના સેલેબ્સ તો હંમેશા ટ્રોલર્સના નિશાન પર હોય છે. એક નાની ભૂલ અને ટ્રોલર્સ શરુ થઇ જશે અને એકવાર એ લોકો ચાલુ થઇ જાય પછી તો થોભવાનું નામ જ ક્યાં લે છે. આવા જ ટ્રોલર્સના નિશાના પર હાલમાં જ બોલિવૂડની બે અભિનેત્રીઓ આવી ગઈ છે. પહેલા દિશા પટનીએ ભૂલ કરી અને ટ્રોલ થઇ અને હવે એવી જ ભૂલ કરીને પ્રિયા પ્રકાશ પણ ટ્રોલ થઇ ચુકી છે.

Image Source

સોશિયલ મીડિયાની સેન્સેશન પ્રિયા પ્રકાશ પોતાની ફિલ્મો કરતા વધુ તેની નટખટ અદાઓના કારણે ચર્ચાઓમાં રહે છે. એ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને પોતાના ચાહકો સાથે કઇંકને કઈંક શેર કરતી જ રહે છે. જયારે આ વખતે એ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ ગઈ છે. પ્રિયાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની પોસ્ટમાં લખેલા કૅપ્શનને કારણે ટ્રોલ થઇ ગઈ છે. કહેવાય છે કે પ્રિયાએ પોતાનું કૅપ્શન કોપી પેસ્ટ કર્યું છે.

 

View this post on Instagram

 

Beauties Celebrating love with @Fasih_Perfumes. @snehaullal @kritivermaofficial @priya.p.varrier Introducing New Touch of French & Arabian Perfumes from Middle East. Designed for Men & Women for every Occasion. EAU DE PARFUM(100 ML), Perfume Spray(120 ML), French Fragrance Oil(15ML), Roll-On(8ML), Traveller Perfumes(30ML). FASIH PERFUMES Fragrances available Online at : Flipkart,Amazon and Snapdeal. Distribution Enquiry : +91 7506219202 For More Information Login to www.fasihperfumes.com Ad Agency: Pixelarabia.org Photographer: Sarath Shetty Director: Manish Kumar Creative: MD. Sohrab Ali Stylist: BienMode Makeup: Anjali Verma #FasihPefumes #GlobalBrandAmbassador #Fragrances #OudPerfumes #HalalPerfumes #Vegan  #Crueltyfree #WearYourScent #PerfumeLovers #Luxury #ArabianPerfumes #OudFragrance  #FrenchPerfumes #PerfumeForMen #PerfumesForWomen #MenFragrances #Scent #Amazon #Flipkart #SnapDeal

A post shared by priya prakash varrier (@priya.p.varrier) on

પ્રિયાએ એક વિજ્ઞાપનની તસવીરો પોસ્ટ કરી હતી અને જલ્દીમાં તેને ભૂલ કરી દીધી હતી. તેને કૅપ્શનમાં લખ્યું હતું ‘ઇન્સ્ટાગ્રામ અને ફેસબૂક માટે ટેક્સ્ટ કોન્ટેન્ટ’. ટ્રોલ થયા બાદ તેને ભૂલ સુધારી તો લીધી પણ લોકો તેનો સ્ક્રીનશોટ લઈને તેને ટ્રોલ કરી રહયા છે.

આવી જ ભૂલ કરી હતી દિશા પટનીએ. થોડા દિવસ પહેલા જ દિશા પટનીએ પોતાના સોશિયલ મીડિયા પર એક પ્રમોશનલ બ્રાન્ડનો વિડીયો શેર કર્યો હતો જેમાં તેને કૅપ્શનમાં કઈંક જુદું જ લખી દીધું હતું. બની શકે કે કૅપ્શનમાં લખવામાં આવેલું ટેક્સ્ટ ક્યાંકથી કોપી કરવામાં આવ્યું હતું. અને પોસ્ટ કરતા સમયે તેને ધ્યાન ન રહ્યું કે આ ટેક્સ્ટ ખોટું છે, પોસ્ટ ન કરી શકાય. લોકોએ આ ભૂલ પર દિશા પટનીને ખૂબ જ ટ્રોલ કરી અને એવું પણ લખી નાખ્યું કે નકલ કરવા માટે અકલ જોઈએ જે દિશામાં નથી.

વર્ષ 2018માં વેલેંટાઈન પર પ્રિયા રાતોરાત ઇન્ટરનેટ સેન્સેશન બની ગઈ હતી. એનો એક વિડીયો વાયરલ થયો હતો જેને કારણે એ રાતોરાત સ્ટાર બની ગઈ હતી. લગભગ 70 લાખ લોકો તેને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. જણાવી દઈએ કે પ્રિયા પ્રકાશ જલ્દી જ બોલિવૂડમાં ડેબ્યુ કરવાની છે. ફિલ્મ શ્રીદેવી બંગલોમાં એ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here