આંખ મારી રાતોરાત ફેમસ થઇ જનારી પ્રિયા પ્રકાશ વારિયરે શેર કરી એવી હોટ તસવીરો કે…જોઇને ચાહકો થયા પાગલ

Priya Prakash Varrier In Corser : સાઉથ એક્ટ્રેસ અને વિંક ગર્લ પ્રિયા પ્રકાશ વારિયરે એક જ સીનથી ઈન્ટરનેટ પર રાતોરાત સનસનાટી મચાવી દીધી હતી. આંખ મારીને પ્રિયાએ યુવા દિલોનો શ્વાસ રોકી દીધો હતો. ત્યારે હાલમાં ફરી એકવાર પ્રિયા તેની આકર્ષક સ્ટાઈલને લઇને ચર્ચામાં આવી છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં સાવ બદલાઈ ગયેલી પ્રિયાને એક નજરે જોઇ તો ઓળખવી પણ મુશ્કેલ હશે કે તે એ જ વિંક ગર્લ છે જે રાતોરાત યુવાનોના દિલની ધડકન બની ગઈ હતી.

જણાવી દઈએ કે, મલયાલમ, કન્નડ, તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં અભિનય સિવાય પ્રિયા પ્રકાશ વારિયર એક મોડલ અને પ્લેબેક સિંગર પણ છે જેને 2018માં ગૂગલ પર ‘મોસ્ટ સર્ચ્ડ પર્સનાલિટી’નો ખિતાબ મળ્યો હતો. આજના સમયમાં પ્રિયા દક્ષિણ ભારતીય સિનેમાનું જાણીતું નામ છે અને તે ભારતીય દેખાવની સાથે સાથે વેસ્ટર્ન ડ્રેસમાં પણ એટલી જ સુંદર લાગે છે. પ્રિયાના લૂકમાં ઘણો બદલાવ આવ્યો છે, તે પહેલા કરતા ઘણી હોટ, ગ્લેમરસ, સ્ટાઇલિશ અને બોલ્ડ બની ગઈ છે.

પ્રિયાની તસવીરો માત્ર ઈન્ટરનેટનું તાપમાન જ નથી વધારી રહી, પરંતુ તેની કિલર સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ પણ આવી રહી છે. વિંક ગર્લના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નજર કરીએ તો ક્યાંક ફોટોશૂટ, ક્યાંક તેની મસ્તી કરતી તસવીરો તો ક્યાંક ફેન્સને ઘાયલ કરતી તસવીરોથી ભરપૂર છે. પ્રિયાની કેટલીક એવી તસવીરો છે જે તમારી રાતોની ઉંઘ ઉડાડી દેશે.

વિંક ગર્લ પ્રિયા પ્રકાશ વારિયરની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઈંગની કોઈ કમી નથી, તેને ઈન્સ્ટાગ્રામ પર 7.5 મિલિયન લોકો ફોલો કરે છે. પ્રિયાએ હાલમાં જે તસવીરો શેર કરી છે, તેમાં તે વ્હાઇટ કો-ઓર્ડ સેટ પહેરેલી જોવા મળી રહી છે. આ કો-ઓર્ડ સેટ જાળીદાર સ્ટાઇલમાં છે અને બેકલેસ છે. આ આઉટફિટમાં પ્રિયા તેની કાતિલ અદાઓથી ચાહકોના દિલ પર વાર કરી રહી છે.

જણાવી દઇએ કે, પ્રિયા વર્ષ 2018માં આંખ મારનારા સીનથી રાતોરાત સેન્સેશન બની ગઈ હતી. જે પછી અભિનેત્રી ‘વિંક ગર્લ’ તરીકે ઓળખાવા લાગી. જો કે, પ્રિયાના તાજેતરના નિવેદને દ્રશ્ય પર વિવાદ સર્જ્યો. પ્રિયા 5 વર્ષ પછી દાવો કરી રહી છે કે ફિલ્મ ‘ઓદારુ અદાર લવ’માં આંખ મારનાર સીન તેનો વિચાર હતો. જો તે, ફિલ્મ નિર્દેશક ઓમર લુલુ પ્રિયાના દાવાથી ખૂબ નારાજ છે.

તેમણે સોશિયલ મીડિયા પર પ્રિયાની મજાક પણ ઉડાવી છે અને તેની યાદશક્તિને તેજ કરવા માટે એક ટોનિક પણ સૂચવ્યું છે. ટોનિકનો ફોટો શેર કરતા ઓમર લુલુએ પ્રિયાને ટોણો માર્યો અને કહ્યું- “બેચારું બાળક 5 વર્ષો પછી કદાચ ભૂલી ગયો હશે. આ આયુર્વેદિક દવા મેમરી લોસ માસે બેસ્ટ છે.” આ સિવાય ઓમરે પ્રિયાને નિશાન બનાવીને સોશિયલ મીડિયા પર ઘણી વધુ પોસ્ટ પણ શેર કરી છે.

Shah Jina