GujjuRocks

આંખ મારીને દેશને ગાંડો કરનારી પ્રિયા પ્રકાશ શિકાર બની, એવી તસ્વીર થઇ રહી છે વાયરલ કે…

પ્રિયા પ્રકાશ વારિયરે તેના આંખના ઈશારાથી આખા દેશમાં છવાઈ ગઈ હતી. પ્રિયા તે સમયે ઇન્ટરનેટ સેન્સેશન બની ગઈ હતી. પ્રિયાનો આંખ મારવાનો અંદાજ લોકોને બહુજ પસંદ આવ્યો હતો. જેના કારણે તે સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ હતી.

ફરી એક વાર પ્રિયા પ્રકાશ વારિયર ચર્ચામાં આવી છે. એક્ટ્રેસની આ તસવીરો આજકાલ સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. આ તસ્વીરને જોઈને લોકો કમેન્ટનો વરસાદ કરી રહ્યા છે. પ્રિયા પ્રકાશ આજકાલ બૉલીવુડ ફિલ્મ ‘લવ હેકર્સ’ના શુટીંગમાં મુંબઈમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં પ્રિયા પ્રકાશ સાથે સિદ્ધાર્થ મહાજન લીડ રોલમાં છે. જયારે આ ફિલ્મને મયંક પ્રકાશ શ્રી વાસ્તવ ડાયરેક્ટ કરી રહ્યો છે.

આ એક ક્રાઇમ થ્રિલર ફિલ્મ છે. જેમાં સાઇબર ક્રાઇમથી જોડાયેલા વિષય પર બનાવામાં આવી છે. પ્રિયા પ્રકાશ વારિયર ફિલ્મમાં એક એવી યુવતીનો રોલ નિભાવી રહી છે જે સાઇબર ક્રિમિનલ્સઓ શિકાર હોય છે. ફિલ્મમાં એ પણ દેખાડવામાં આવ્યું છે કે, આ યુવતી કેવી રીતે આ ચુંગાલમાંથી બહાર નીકળે છે.

પ્રિયાએ આ સેટ પરથી એક બહુજ શાનદાર તસ્વીર વાયરલ કરી છે. આ તસ્વીરમાં તે બેહદ ગ્લેમરસ લુકમાં નજરે આવી રહી છે.ફિલ્મ ‘ઓરુ અદાર લવ’ ની મલયાલમ એકટ્રેસ પ્રિયા પ્રકાશ વોરિયરે ગયા વર્ષે પોતાના વિડીયો દ્વારા તેમજ એક્સપ્રેશન દ્વારા સોશિયલ મીડિયામાં ખુબ ધમાલ મચાવી હતી. તેનો આવો જ એક વીડિયો ફરી એકવાર વાયરલ થઇ રહ્યો છે. પ્રિયા પ્રકાશ વોરિયર તેના રોમાંન્ટિક અંદાજમાં જોવા મળી હતી. તેમજ વિડીયોમાં એક્સપ્રેશન ક્વીન પ્રિયાની અદા પ્રશંસા કરવા લાયક છે.

જણાવી દઈએ કે, પ્રિયાએ તેની કરિયરની શરૂઆત મલયાલમ ફિલ્મ ‘ ઓર અદાર લવ’ થી કરી હતી. ફિલ્મમાં એક વીડિયોએ તેને ઇન્ટરનેટ સેન્સેશન બનાવી દીધી હતી જેમાં તે આંખ મારતી નજરે ચડે છે. વીડિયો સિવાય પણ પ્રિયા તેના ફોટોના કારણે પણ સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. તેણે થોડા સમય પહેલાં ઇસ્ટાંગ્રામ પર તેના ફોટો શેર કર્યા હતા, જેમાં તે ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળી હતી. ફોટો સાથે તેની સ્માઇલ પણ પરફેક્ટ જોવા મળશે.

9 નવેમ્બરે 1999માં જન્મેલી પ્રિયા પ્રકાશની લોકપ્રિયતાનો અંદાજ એ પરથી લગાવી શકાય છે કે, તેનું ફેન ફોલોઇંગ ઇન્સ્ટાગ્રામ પર 74 લાખના આંકડાને પાર કરી ચૂક્યું છે. ત્યાં સુધી કે, તે એક પ્રમોશનલ પોસ્ટ માટે 8 લાખનો ચાર્જ વસુલે છે.

આ વીડિયોમાં પ્રિયાના લુકની વાત કરવામાં આવે તો તેની પહેલી ફિલ્મ ઓરું અદાર લવના ગેટઅપમાં જોવા મળી રહી છે. વીડિયોની શરૂઆતમાં બન્ને પહેલા એકબીજા સામે હસીને જુએ છે.ત્યારબાદ પ્રિયા અને સિદ્ધાર્થ રોમેન્ટિક સીન કરવાની તૈયારીમાં હોય છે. બન્ને પહેલા એકબીજા સામે જોઈને પછી શરમાઈને અલગ થઈ જાય છે. ત્યરબાદ બન્ને ફરી એકબીજાને કિસ કરવા માટે આગળ વધે છે.પરંતુ જેવા કિસ કરવા માટે નજીક આવે છે ત્યારે વીડિયોમાં ટ્વીસ્ટ આવે છે. બન્ને એકબીજાને કિસ કરવાના જ હોય છે ત્યારે સિદ્ધાર્થે પાણીની બોટલ કાઢીને પાણી પીવા લાગે છે. આ વિડીયો લોકોને બહુજ પસંદ આવ્યો છે. આ વિડીયો બાદ ફેન્સે લાઈક અને કોમેન્ટનો વરસાદ કરી દીધો છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

Exit mobile version