ફિલ્મી દુનિયા

ફિલ્મમાં ડાયરેક્ટરે પ્રિયા પ્રકાશને લઈને કર્યો મોટો ખુલાસો, જાણીને હચમચી જશો , જાણો શું છે આ વાત…

જો તમને યાદ હોય તો પ્રિયા પ્રકાશ વારિયર ‘ઓરુ આદર લવ’ ફિલ્મના આંખ મારવાવાળા સીનથી રાતોરાત સ્ટાર બની ગઈ હતી. પરંતુ કોઈ નથી જાણતું કે આ ફિલ્મ માટે પ્રિયા પહેલી પસંદ ન હતી, એ આ મલયાલમ ફિલ્મમાં સાઈડ રોલમાં હતી.આ ખુલાસો હાલમાં જ ફિલ્મના ડિરેક્ટર ઓમર લુલુએ કરતા કહ્યું હતું કે પ્રિયાની લોકપ્રિયતાને જોતા ફિલ્મની આખી સ્ક્રિપ્ટ જ બદલી નાખવામાં આવી અને ફિલ્મની મુખ્ય અભિનેત્રી પ્રિયા બની ગઈ.
ફિલ્મના ડિરેક્ટર ઓમર લુલુએ હાલમાં જ મલયાલમ ટીવી ચેનલને આપેલ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે જ્યારે ફિલ્મનું ગીત લોકોએ પસંદ કર્યું અને એનાથી પણ વધુ પ્રિયાને પ્રસિદ્ધિ મળી તો પ્રોડ્યૂસર્સે ફિલ્મની સ્ક્રિપ્ટ બદલવા માટે દબાણ કર્યું. મલયાલમ અને તેલુગુ બંને ભાષાઓમાં બનેલી આ ફિલ્મના પ્રોડ્યૂસર્સે પ્રિયાને મુખ્ય ભૂમિકામાં રાખતા ફિલ્મની બીજી વાર્તા તૈયાર કરવાનું કહ્યું. ગીત હિટ થતા પહેલા ફિલ્મની વાર્તા જુદી હતી અને પછીથી બદલી કાઢવામાં આવી.ગીત હિટ થતા પહેલા ફિલ્મની વાર્તા એવી હતી કે જેમાં શાળામાં અભ્યાસ કરતા એક છોકરા-છોકરીને પ્રેમ થઇ જાય છે અને તેમની લવ સ્ટોરીનો અંત તેમની હત્યાથી થાય છે. પરંતુ પ્રોડ્યુસર્સના દબાણમાં આવીને ફિલ્મની વાર્તા બદલવામાં આવી હતી. ઓમર જણાવે છે કે જૂની સ્ક્રિપ્ટમાં તેઓ નૂરીન શરીફ સાથે કામ કરી રહયા હતા, અને તેમના મુજબ નૂરીન પ્રિયા કરતા ઉત્તમ હતી.આ વર્ષે, ફિલ્મ ઓરુ આદર લવને વેલેન્ટાઇન ડે પર તેલુગુ ભાષામાં રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મ બન્ને ભાષાઓમાં બૉક્સ ઑફિસ પર સરેરાશ રહી છે, પરંતુ દરમિયાન, પ્રિયાની કારકિર્દી શરુ થઇ ગઈ છે. તેની લોકપ્રિયતાને કારણે તેને બૉલીવુડમાં પગ મુક્યો છે. પ્રિયાની પ્રથમ હિન્દી ફિલ્મ, શ્રીદેવી બાંગ્લો, આ વર્ષના અંત સુધીમાં રિલીઝ થવાની ધારણા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks