આંખ મારીને દેશ ગાંડો કરનારી પ્રિયાએ વીડિયોમાં એવું દેખાડ્યું કે ફેન્સે ઉડાવી મજાક…

ગજબની ટ્રોલ થઇ આંખ મારવા વાળી ગર્લ, ફેન્સે કહ્યું રેવા દે તારા થી નહિ થાય

પ્રિયા પ્રકાશ વોરિયર સાઉથ ઇન્ડસ્ટ્રીની જાણિતી અભિનેત્રી છે. સોશિયલ મીડિયા પર તે જબરદસ્ત ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઇંગ પણ તગડી છે. તેના પોસ્ટ શેર કરતા જ તે વાયરલ થઇ જાય છે. ત્યાં પ્રિયા ચાહકો સાથે ઘણીવાર તસવીરો અને વીડિયો શેર કરે છે. આમ તો તેના ડાંસ વીડિયો પણ ઘણા પસંદ કરવામાં આવે છે. (તમામ તસવીરો : ઇન્સ્ટાગ્રામ)

પરંતુ આ વખતે તેણે જે વીડિયો શેર કર્યો છે, તેને કારણે તે હસીનું પાત્ર બની ગઇ છે. પ્રિયાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જે વીડિયો શેર કર્યો છે, તેમાં તે ‘The Magic Bomb’ના મ્યુઝિક પર ડાંસ કરતી જોવા મળી રહી છે. ત્યાં ચાહકો દ્વારા તેના આ વીડિયોને કંઇ ખાસ પસંદ કરવામાં આવી રહ્યો નથી.

પ્રિયાના આ વીડિયોને લઇને લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે. એક યુઝરે લખ્યુ કે, મને ખબર ન હતી કે તમારી સાથે શુ થયુ, પરંતુ હવે હું તમને અનફોલો કરવા માટે તૈયાર છુ, ખાસ કરીને આને જોયા બાદ. ત્યાં જ એક અન્ય યુઝરે લખ્યુ કે, આ શું બકવાસ કરી રહી છે.

અભિનેત્રી પ્રિયા પ્રકાશ વોરિયર “શ્રીદેવી બંગલો” ફિલ્મથી બોલિવૂડની ડેબ્યુ કરવા જઈ રહી છે. જ્યારથી આ ફિલ્મનું ટીઝર આવ્યું છે ત્યારથી આ ફિલ્મ વિવાદોમાં ફસાયેલી છે. જાણવી દઈએ કે, શ્રી દેવી બંગલોથી બોલીવુડમાં ડેબ્યુ કરનારી પ્રિયા પ્રકાશ તેની ફિલ્મના એક શૂટિંગ દરમિયાન આંખ મારતી હતી. તેના કારણે રાતોરાત સ્ટાર બની ગઈ હતી. શ્રી દેવી બંગલો ફિલ્મમાં પ્રિયા પ્રકાશ સિવાય અભિનેતા પ્રિયાંશુ ચટર્જી તેમજ અરબાઝ ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

અભિનેત્રી પ્રિયા પ્રકાશ વોરિયર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અવાર નવાર તે સોશિયલ મીડિયા પર વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે. પ્રિયા પ્રકાશ વોરિયરની આંખોના ઇશારાના એક વીડિયોએ પૂરા દેશમાં તેને જબરદસ્ત લોકપ્રિયતા અપાવી. પ્રિયાએ તેના અભિનયની શરૂઆત મલયાલમ ફિલ્મથી કરી હતી.તેના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે તેની અપકમિંગ ફિલ્મ “ક્રેક”ને લઇને ચર્ચામાં છે.

આ ફિલ્મમાં તે અભિનેતા નિતિન સાથે જોવા મળશે. અભિનેત્રી પ્રિયા પ્રકાશ વોરિયર જેટલી એક્ટિવ સિનેમા દુનિયામાં છે તેટલી જ તે સોશિયલ મીડિયા પર પણ જોવા મળે છે. હાલમાં જ ક્રાઇમ થ્રિલર ફિલ્મ “લવ હેકર્સ”ને રૂસમાં શુટ કરવામાં  આવી. ફિલ્મમાં પ્રિયા લીડ રોલમાં છે. આ સાઇબર ક્રાઇમથી સંબંધિત છે.  પ્રિયા ફિલ્મમાં સાઇબર ક્રિમિનલ્સનો શિકાર બની જાય છે અને તે પછી તેનાથી ઝઝૂમે છે. આ રીતે પ્રિયા તેના ચાહકોને એક અલગ જ અંદાજમાં ફિલ્મમાં જોવા મળશે.

જણાવી દઈએ કે, પ્રિયાએ તેની કરિયરની શરૂઆત મલયાલમ ફિલ્મ ‘ ઓર અદાર લવ’ થી કરી હતી. પ્રિયા પ્રકાશ વોરિયર મલયાલમ ફિલ્મ ‘ઓરું અદાર લવ’ના રીલીઝ થવાથી પહેલાથી જ પોપ્યુલર બની ચુકી હતી. આ તેની પહેલી ફિલ્મ હતી.ફિલ્મમાં એક વીડિયોએ તેને ઇન્ટરનેટ સેન્સેશન બનાવી દીધી હતી જેમાં તે આંખ મારતી નજરે ચડે છે.

2018ની શરૂઆતમાં વેલેન્ટાઇન ડે ના દિવસે સ્કુલ ડ્રેસમાં પોતાની અનોખી અદાથી આંખ મારનાર એક છોકરીએ લગભગ બધાને તેના દિવાના બનાવી દીધા હતા. આ વિડીઓ એ એટલો બધો વાઈરલ થયો હતો કે એ છોકરી એ રાતો રાત ફેમસ બની ગઈ હતી. તે ‘મનીકય મલારાયા પૂવી’ ગીતના વિડીયોમાં તેની આંખોનાં ઇશારા જ હતા. આ આંખના ઇશારાથી જ તેને પુરા દેશને ગાંડો કર્યો હતો.

Shah Jina