આંખ મારીને દેશને ગાંડો કરનાર અભિનેત્રી પ્રિયાએ કરાવ્યું વિચિત્ર ફોટોશૂટ, ફેન્સ ડઘાઈ ગયા

બાપ રે આ શું પહેરી લીધું? 7 વિચિત્ર લુક જોઈને લોકોએ કરી ટ્રોલ

અભિનેત્રી પ્રિયા પ્રકાશ વોરિયર જેટલી એક્ટિવ સિનેમા દુનિયામાં છે તેટલી જ તે સોશિયલ મીડિયા પર પણ જોવા મળે છે. પ્રિયા પ્રકાશ વોરિયર હાલમાં જ રૂસથી આવી છે જયાં તેણે મિત્રો સાથે એન્જોય કર્યુ અને પોતાની અપકમિંગ ફિલ્મની શુટિંગને અંજામ આપ્યો. પરંતુ હાલમાં પ્રિયા પ્રકાશની મિત્ર અને સ્ટાઇલિસ્ટ ગાયુએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યુ છે, જે વાયરલ થઇ રહ્યુ છે.

પ્રિયા પ્રકાશ વોરિયરને એક 26 સેકન્ડના વિડીયાએ ‘વાયરલ ગર્લ’ બનાવી દીધી હતી અને તે ઇન્ટરનેટ પર એવી રીતે છવાયેલી છે કે તેની દરેક અદાઓ લોકોને ઘાયલ કરી દે છે. પ્રિયા તે સમયે ઇન્ટરનેટ સેન્સેશન બની ગઈ હતી. પ્રિયાનો આંખ મારવાનો અંદાજ લોકોને બહુજ પસંદ આવ્યો હતો. જેના કારણે તે સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ હતી.

હાલમાં જ ક્રાઇમ થ્રિલર ફિલ્મ “લવ હેકર્સ”ને રૂસમાં શુટ કરવામાં  આવી. ફિલ્આમમાં પ્રિયા લીડ રોલમાં છે. આ સાઇબર ક્રાઇમથી સંબંધિત છે.  પ્રિયા ફિલ્મમાં સાઇબર ક્રિમિનલ્સનો શિકાર બની જાય છે અને તે પછી તેનાથી ઝઝૂમે છે. આ રીતે પ્રિયા તેના ચાહકોને એક અલગ જ અંદાજમાં ફિલ્મમાં જોવા મળશે.

જણાવી દઈએ કે, પ્રિયાએ તેની કરિયરની શરૂઆત મલયાલમ ફિલ્મ ‘ ઓર અદાર લવ’ થી કરી હતી. પ્રિયા પ્રકાશ વોરિયર મલયાલમ ફિલ્મ ‘ઓરું અદાર લવ’ના રીલીઝ થવાથી પહેલાથી જ પોપ્યુલર બની ચુકી હતી. આ તેની પહેલી ફિલ્મ હતી.ફિલ્મમાં એક વીડિયોએ તેને ઇન્ટરનેટ સેન્સેશન બનાવી દીધી હતી જેમાં તે આંખ મારતી નજરે ચડે છે.

2018ની શરૂઆતમાં વેલેન્ટાઇન ડે ના દિવસે સ્કુલ ડ્રેસમાં પોતાની અનોખી અદાથી આંખ મારનાર એક છોકરીએ લગભગ બધાને તેના દિવાના બનાવી દીધા હતા. આ વિડીઓ એ એટલો બધો વાઈરલ થયો હતો કે એ છોકરી એ રાતો રાત ફેમસ બની ગઈ હતી. તે ‘મનીકય મલારાયા પૂવી’ ગીતના વિડીયોમાં તેની આંખોનાં ઇશારા જ હતા. આ આંખના ઇશારાથી જ તેને પુરા દેશને ગાંડો કર્યો હતો.

અભિનેત્રી પ્રિયા પ્રકાશ વોરિયર “શ્રીદેવી બંગલો” ફિલ્મથી બોલિવૂડની ડેબ્યુ કરવા જઈ રહી છે. જ્યારથી આ ફિલ્મનું ટીઝર આવ્યું છે ત્યારથી આ ફિલ્મ વિવાદોમાં ફસાયેલી છે. જાણવી દઈએ કે, શ્રી દેવી બંગલોથી બોલીવુડમાં ડેબ્યુ કરનારી પ્રિયા પ્રકાશ તેની ફિલ્મના એક શૂટિંગ દરમિયાન આંખ મારતી હતી. તેના કારણે રાતોરાત સ્ટાર બની ગઈ હતી. શ્રી દેવી બંગલો ફિલ્મમાં પ્રિયા પ્રકાશ સિવાય અભિનેતા પ્રિયાંશુ ચટર્જી તેમજ અરબાઝ ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

અભિનેત્રી પ્રિયા પ્રકાશ વોરિયર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અવાર નવાર તે સોશિયલ મીડિયા પર વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જ તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by GAYU 🦋 (@gayu_inkb)

Shah Jina