આંખોના એક ઇશારાથી રાતોરાત બની સ્ટાર, હવે કરાવ્યુ એવું ફોટોશૂટ કે તસવીરો જોઇ OMG બોલી રહ્યા છે ચાહકો

સીધી સંસ્કારી આંખ મારવા વાળી પ્રિયા પ્રકાશે ફિગર બનાવ્યું જોરદાર, શરમાઈ જશો એવું પહેરી લીધું છે- જુઓ ફોટા

સોશિયલ મીડિયા પણ રાતો રાત લોકોને સ્ટાર બનાવી દે છે. આવી જ એક અભિનેત્રી છે પ્રિયા પ્રકાશ વારિયર, જેને આજે કોઇ ઓળખની જરૂર નથી. લોકો તેને વિંક ગર્લના નામથી પણ ઓળખે છે. પ્રિયા પ્રકાશ તેની દિલકશ અદાઓથી રાતોરાત ઇન્ટરનેટ સેંસેશન બની ગઇ હતી. દેશ જ નહિ દુનિયાભરમાં તે વિંક ગર્લના નામથી મશહૂર છે.

મલયાલમ અભિનેત્રીની એક વીડિયોએ જિંદગી બદલી દીધી હતી અને તેને નેશનલ ક્રશ બનાવી દીધી હતી. પ્રિયાએ પોતાની આંખોની શરારતથી લોકોના દિલોને ઘાયલ કરી દીધા હતા. પ્રિયા હવે પહેલા કરતા પણ વધુ સુંદર અને બોલ્ડ બની ગઈ છે. અભિનેત્રી ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી છે. પ્રિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

આંખોથી શરારત કરવાવાળી પ્રિયા અવાર નવાર તેના ઇન્સ્ટા પર ફોટોશૂટની તસવીરો શેર કરતી ચાહકોના દિલને ધડકાવતી રહે છે. ત્યારે હાલમાં જ તેણે તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આ તસવીરોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. આ તસવીરો બ્લેક એન્ડ વ્હાઇટ છે.

પરંતુ આ તસવીરોમાં પ્રિયાના ચહેરા પરનો પ્રકાશ સ્પષ્ટપણે જોઈ શકાય છે. અભિનેત્રી આ તસવીરોમાં અત્યંત કિલર પોઝ આપતી પણ જોવા મળી રહી છે. આ તસવીરોએ ચાહકોના દિલના ધબકારા વધારી દીધા છે. પ્રિયા પ્રકાશ વારિયરના ફેન્સ કમેન્ટ્સ દ્વારા તેના વખાણ કરતા થાકતા નથી. કેટલાક તેને સુંદર કહે છે તો કેટલાક તેને હોટ કહે છે.

પ્રિયાના ફેન્સ આ ફોટોશૂટ પર પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. મલયાલમ અભિનેત્રી પોતાની તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા દ્વારા લાખો લોકોનું ધ્યાન ખેંચે છે. અભિનેત્રી ક્યારેક ઈન્સ્ટાગ્રામ પર વેસ્ટર્ન ડ્રેસમાં પોતાની બોલ્ડનેસ બતાવે છે, તો ક્યારેક ટ્રેડિશનલ આઉટફિટમાં ચાહકોના દિલને ઘાયલ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by David Alexander (@alexanderdavid0208)

વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી ટૂંક સમયમાં ‘શ્રીદેવી બંગલો’માં જોવા મળશે જેના દ્વારા તે હિન્દી ફિલ્મોમાં ડેબ્યૂ કરી રહી છે. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે પરંતુ તે પોસ્ટ પ્રોડક્શનમાં છે. આ સિવાય તે ‘વિષ્ણુ પ્રિયા’થી કન્નડ ડેબ્યૂ કરી રહી છે અને આ ફિલ્મ પણ પ્રોસ્ટ પ્રોડક્શન હેઠળ છે.

Shah Jina