તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી પ્રિયા આહુજાના ચાહકો માટે થોડા દિવસ પહેલા એક ખૂબ જ મોટી ખુશખબરી આવી હતી. આ શોમાં રીટા રીપોર્ટરનું પાત્ર ભજવનાર પ્રિયા આહુજા રાજદાએ દીકરાને જન્મ આપ્યો હતો. આ વાતની જાણકારી ખુદ પ્રિયાએ પોતાના દીકરાની તસ્વીર શેર કરીને આપી હતી. પ્રિયાના દીકરાની ક્યૂટ તસ્વીર સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી પ્રિયા આહુજા અને તેમના પતિ માલવ પહેલી વાર માતાપિતા બન્યા છે. પોતાની ખુશી બધા સાથે શેર કરવા માટે પ્રિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું – અમારું ઘર આ બે પગને કારણે વધુ મોટું થઈ ગયું. એક દીકરો, ખૂબ જ ખુશ છીએ.

27 નવેમ્બરે આ નાના એન્જલના આવવાની વાત જણાવતા ખૂબ જ ખુશી થઈ રહી છે. પ્રિયા દ્વારા શેર કરવામાં આવેલી તસ્વીરમાં તેમના દીકરાના માત્ર પગ જ દેખાઈ રહયા છે.

ત્યારે હાલમાં જ પ્રિયાએ દીકરા સાથેની બ્લેક એન્ડ વ્હાઈટ તસવીર શેર કરી છે.પ્રિયાએ દીકરા સાથેની તસવીર શેર કરતાં જ ફેન્સે લાઈક અને કમેન્ટનો વરસાદ કર્યો હતો. પરંતુ શેર કરેલી તસ્વીર પ્રિયાએ દીકરાનો ચહેરો છુપાવ્યો છે.

પ્રિયા ઉપરાંત તેના પતિએ પણ ઇન્સ્ટાગ્રામ પર દીકરા સાથેની 2 તસ્વીર શેર કરી હતી. એક તસ્વીરમાં તે દીકરા સાથે જોવા મળે છે તો બીજા ફોટોમાં માં-દીકરો જોવા મળે છે.
પ્રિયાના પતિ માલવ દીકરાના પગને કિસ કરતી તસ્વીર શેર કરતા લખ્યું હતું કે,નાનકડા પગ મારા હૃદયમાં મોટી છાપ છોડી જાય છે.

તો પ્રિયા દીકરાને કિસ કરતી હોય તેવી તસ્વીર શેર કરતા માલવે લખ્યું હતું કે, બીજા કોઈ પણ કરતા માતાનો ખોળો સૌથી આરામદાયક છે.

જણાવી દઈએ કે માલવ રાજદા શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચીફ ડિરેક્ટર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રિયા આહુજા અને માલવ એકબીજાને શોના સેટ પર જ મળ્યા હતા અને અહીં બંનેને એકબીજા સાથે પ્રેમ થયો હતો.

રીટા રિપોર્ટર એટલે કે પ્રિયા આહુજાએ પતિ માલવ રાજદા સાથે મેટરનિટી શૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટમાં બન્ને બહુ જ મનમોહક લાગી રહ્યા હતા.

આ પછી બંનેએ 2011માં લગ્ન કરી લીધા હતા. આ વર્ષે જન્માષ્ટમી પર પ્રિયા આહુજાએ પોતે ગર્ભવતી હોવાની સૌથી મોટી ખુશી જાહેર કરી હતી.

પર્સનલ લાઈફની વાત કરીએ તો એક્ટ્રેસ પ્રિયાએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલના ડાયરેક્ટર માલવ રાજદા સાથે 2011માં લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત સીરિયલના સેટ પર જ થઈ હતી. લગ્નના આઠ વર્ષ બાદ પ્રિયા અને માલવ મમ્મી-પપ્પા બન્યા છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રીટા રિપોર્ટરની ભૂમિકા નિભાવનાર પ્રિયા આહુજા આજકાલ સંપૂર્ણ રીતે પોતાનું મધરહૂડ એન્જોય કરી રહી છે.

પ્રિયા આહુજા અને તેના પતિએ તમના દીકરાના નવા ફોટોશૂટની તસ્વીરો આજે પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે અને તેમના તેઓ ખૂબ જ સુંદર દેખાય છે.

પ્રિયાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસ્વીરોમાં તેમના દીકરાને પીળા કપડામાં લપેટીને રાખ્યો છે અને પ્રિયા અને તેમના પતિ માલવે સફેદ આઉટફિટ પહેર્યો છે. આ તસ્વીરમાં પ્રિયાએ અને માલવે દીકરા અરદાસને પકડીને રાખ્યો છે અને ક્યૂટ અરદાસ ખૂબ જ ઊંડી ઊંઘ માણી રહ્યો છે.

પહેલીવાર માતાપિતા બનેલા માલવ અને પ્રિયા પોતાના બાળક સાથે વધુ સમય વિતાવવો પસંદ કરે છે. બંને તેમના બાળકની દરેક ક્ષણને કેપ્ચર કરે છે અને તેમના બાળકને દરેક તહેવાર માટે તૈયાર કરે છે.

ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી આ તસ્વીરમાં પ્રિયા અને તેમનો દીકરો ખૂબ જ સુંદર દેખાઈ રહયા છે, જેમાં પ્રિયાએ ઓફ-વ્હાઇટ ડ્રેસ પહેર્યો છે અને અરદાસ રેડ આઉટફિટમાં દેખાઈ રહ્યો છે. આ તસ્વીર શેર કરતાંની સાથે પ્રિયાએ લખ્યું છે સિતારાઓ જેટલી આંખો છે.

આ સિવાય એક તસ્વીરમાં પ્રિયા, તેમની દીકરો અને તેમના પતિ ત્રણેય કલર-કો-ઓર્ડિનેટેડ આઉટફિટમાં ખૂબ જ સુંદર દેખાઈ રહયા છે. આ તવસીરમાં ત્રણેય પીળા રંગના આઉટફિટમાં દેખાઈ રહ્યા છે.

નોંધનીય છે કે પ્રિયાએ પોતાની પ્રેગ્નેન્સીના સમાચાર જન્માષ્ટમીના દિવસે આપ્યા હતા, જયારે તે પતિ સાથે માલદીવ્સ ફરવા ગઈ હતી. તેની બેબી શાવરની તસ્વીરો પણ તેમના ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી.