સબ ટીવી ઉપર પ્રસારિત થતો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોને ખુબ જ પસંદ આવે છે. આ શોના પાત્રો પણ દર્શકોને ખુબ જ આકર્ષે છે. ત્યારે આ શોની અંદર રીપોર્ટરનો અભિનય કરનાર અભિનેત્રી પ્રિયા આહુજાનો દીકરો 8 મહિનાનો થઇ ગયો છે. પોતાના દીકરાના 8 મહિના પુરા થવા ઉપર તેમને ઘરે નાની પાર્ટી રાખી, આ પાર્ટીમાં કેટલાક સ્ટાર્સ પણ હાજર રહ્યા.
થોડા મહિના પહેલા જ પ્રિયા આહુજાના ઘરે નાનું મહેમાન આવ્યું હતું. પ્રિયા અને તેના પતિ માલવ રાજદાએ પોતાના દીકરાના 8 મહિના પૂર્ણ થવા ઉપર ઘરે પાર્ટીનું આયોજન કર્યું હતું. તેનો દીકરો અરદાસ હવે 8 મહિનાનો થઇ ગયો છે.

આ પાર્ટીની અંદર તારક મહેતામાં કામ કરનાર કલાકાર કુશ શાહ અને નિધિ ભાનુશાલી પણ હાજર રહ્યા હતા.

પ્રિયાએ પોતાના દીકરા સાથેના ઘણા ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યા છે. તેને ફોટો શેર કરવાની સાથે જ કેપશનમાં લખ્યું છે કે” અને તું 8 મહિનાનો થઇ પણ ગયો. એવું લાગે છે કે હજુ 8 અઠવાડિયા જ થયા છે. સમય તો ભાગી રહ્યો છે. મારા લાડલા તને બહુ જ બધો પ્રેમ..”

27 નવેમબરના રોજ પ્રિયાએ પોતાને દીકરો આવવાના સમાચાર સોશિયલ મીડિયા દ્વારા આપ્યા હતા. પ્રિયાએ એ દરમિયાન પોતાના દીકરાનો ફોટો શેર કરતા લખ્યું હતું: “અમારા ઘરમાં એક બીજું સદસ્ય આવી ગયું. દીકરો થયો છે. અમે બહુ જ ખુશ છીએ.”

પ્રિયાના લગ્નના 8 મહિના પછી તેના ઘરે દીકરાનો જન્મ થયો છે. જેને કારણે પ્રિયા ખુબ જ ખુશ છે અને પોતાના દીકરાને એક ક્ષણ પણ પોતાનાથી દૂર કરવા નથી માંગતી.

પ્રિયાએ પોતાના દીકરા અને પોતાના પતિ માલવ સાથે ફોટોશૂટ પણ કરાવ્યું હતું. તેની તસવીરો પણ તેને ઇન્સ્ટગ્રામ ઉપર શેર કરી હતી.

પ્રિયા અને માલવ રાજદાના લગ્ન 19 નવેમબર 2011 ના રોજ થયા હતા. બંનેના લગ્નના 8 વર્ષ બાદ તેમના ઘરે સંતાન આવ્યું છે.

પ્રિયાએ તારક મહેતા ઉપરાંત પહેલા હોન્ટેડ નાઈટ્સ અને છજ્જે છજ્જે કા પ્યાર જેવા ટીવી શોની અંદર પણ કામ કર્યું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.