મનોરંજન

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની આ અભિનેત્રીએ પોતાના દીકરાની તસ્વીર શેર કરી જાહેર કર્યું દીકરાનું નામ

ક્રિસમસના અવસર પર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની રિટા રિપોર્ટર એટલે કે એક્ટ્રેસ પ્રિયા આહુજાએ પોતાના દીકરાની તસ્વીર શેર કરી છે અને સાથે જ તેનું નામ પણ જાહેર કર્યું છે. પ્રિયા આહુજાએ અને તેમના પતિ માલવ રાજદાએ ક્રિસ્મસ પર સ્પેશિયલ ફોટોશૂટ કરીને તેમના દીકરાનું નામ પણ જાહેર કર્યું છે.

પ્રિયા આહુજાએ ઈન્સ્ટાગ્રામ પર દીકરાની તસ્વીર શેર કરીને લખ્યું, ‘ક્રિસમસના તહેવાર પર અમે અમારા જીવનના નાનકડા સાન્તાની ઓળખ કરાવીએ. અરદાસ રાજદા. મેરી ક્રિસમસ.’ તેમને પોતાના દીકરાનું નામ અરદાસ રાખ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Pri🐾 (@priyaahujarajda) on

પ્રિયા આહુજાએ બે તસવીરો શેર કરી છે, જેમાં બેબી અરદાસ ઊંઘી રહ્યો છે અને સાંતાના રૂપમાં ખૂબ જ ક્યૂટ દેખાઈ રહયો છે. અને એક બીજી તસ્વીરમાં પ્રિયા અને માલવ બંને પોતાના આ નાના બેબી તરફ ખૂબ જ પ્રેમથી જોતા નજરે પડી રહયા છે. કેટલાક દિવસો પહેલા જ પ્રિયાએ પોતાના દીકરાની અને પોતાની એક ખૂબ જ સુંદર બ્લેક એન્ડ વ્હાઇટ તસ્વીર પોસ્ટ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Pri🐾 (@priyaahujarajda) on

આ સાથે જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની જૂની સોનુ એટલે કે એક્ટ્રેસ નિધિ ભાનુશાળીએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર અરદાસ અને કુશ શાહ એટલે કે ગોલી સાથેની તસ્વીર શેર કરી છે. જણાવી દઈએ કે કુશ શાહ અને નિધિ ભાનુશાલી પ્રિયા અને માલવ સાથે એક સારું બોન્ડિંગ શેર કરે છે. બંને મેટરનિટી ફોટોશૂટમાં પણ તેમની સાથે તસવીરો ક્લિક કરાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Bhanushali (@_ninosaur) on

જણાવી દઈએ કે પ્રિયાએ 27 નવેમ્બરના રોજ પોતાના દીકરાને જન્મ આપ્યો હતો અને આ સમાચાર પણ તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાના બાળકના નાના પગની તસ્વીર શેર કરીને આપ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Pri🐾 (@priyaahujarajda) on

પ્રિયાનો પતિ માલવ રાજદા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો ડિરેક્ટર છે. બંને સીરિયલના સેટ પર જ પ્રેમમાં પડ્યા હતા. અને પછી 19 નવેમ્બર 2011ના રોજ ખૂબ જ ઓછા લોકોની હાજરીમાં લગ્ન કરી લીધા હતા.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.