તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ અભિનેત્રી પ્રિયા આહુજા ઉર્ફે રીટા રિપોર્ટરએ તેના દીકરા સાથે કેટલાક ફોટા શેર કર્યા છે. તેનો દીકરો 6 મહિનાનો થઈ ગયો છે અને આ પ્રસંગે અભિનેત્રીએ દીકરાના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. તેની સાથે જ પ્રિયાએ ભાવનાત્મક સંદેશ પણ લખ્યો છે.
View this post on Instagram
પ્રિયાએ લખ્યું – ‘અમારી આંખોનો તારો 6 મહિનાનો થઇ ગયો છે. અમે તમે વચન આપીએ છીએ કે તું તારી શરતો પર જીવીશ. કોઈ પણ તને એ નહિ જણાવે કે શું કરવું જોઈએ અને શું નહિ. તું પોતાની જાતની પસંદગીથી કામ કરીશ, પછી ભલે એ ટી-શર્ટ ખરીદવાની હોય કે તારા વિષય, તારી કોલેજ અને તારી લાઈફ પાર્ટનર પસંદ કરવાની. તું લગ્ન કરે કે લિવ ઈનમાં રહે, ભલે તું છોકરીની સાથે રહે કે છોકરાની સાથે. તારી પસંદગી હશે.’
View this post on Instagram
‘અમારી પાસેથી તું ક્યારેય નહિ સાંભળે કે લોકો શું કહેશે. હું ક્યારેય પણ તારી સામે ફિલ્મી ડાયલોગ નહિ મારું જેમ કે મેં તને જન્મ આપ્યો છે. બિલકુલ જન્મ આપ્યો છે પણ તારી પર કોઈ ઉપકાર નથી કર્યો. તને દુનિયામાં લાવવાનો મારો નિર્ણય હતો. પરંતુ તું પોતાની જીવન કેવી રીતે જીવવા માંગે છે એ તારી નિર્ણય હશે.’
View this post on Instagram
પ્રિયાએ લખ્યું – ‘મારા જીવનમાં આવવા માટે આભાર અને આ નોટ મને યાદ કરાવવા માટે કે મારે ટિપિકલ રૂઢિવાદી મા નથી બનવાનું.’
જણાવી દઈએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પ્રિયા રીટા રિપોર્ટરના પાત્રમાં જોવા મળે છે. જો કે લાંબા સમયથી એક શોમાંથી ગાયબ છે. બસ થોડા જ સમય પહેલા એક એપિસોડમાં એની ઝલક જોવા મળી હતી. આ શોમાં તેને ખૂબ જ પસંદ કરવામાં આવે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.