“તારક મહેતા”ની રીટા રિપોર્ટર એટલે કે પ્રિયા આહુજાનો પતિ સાથે થયો ઝઘડો, જુઓ વીડિયો

રીટા રિપોર્ટરનો પતિ સાથે જોરદાર ઝઘડો!, મારપીટનો Video વાયરલ- જુઓ ફની રીલ

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો છેલ્લા 13 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોએ થોડા સમય પહેલા જ તેના 3 હજાર એપિસોડ પણ પૂરા કર્યા છે.

આ શોના બધા કલાકારો તેમના મજાકિયા અંદાજ માટે જાણિતા છે અને આ શોના કલાકારો તેમની રિયલ લાઇફને લઇને ઘણીવાર ચર્ચામાં જોવા મળતા હોય છે. આ શોની એક કલાકાર છે રીટા રિપોર્ટર. આ પાત્ર પ્રિયા આહુજા નિભાવી રહી છે. તે થોડા સમય પહેલા જ માતા બની હતી. આ દિવસોમાં તે તેનુ મધરહૂડ એન્જોય કરી રહી છે.

હાલમાં જ પ્રિયા આહુજા અને તેના પતિનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો પ્રિયાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

વીડિયોમાં પ્રિયા અને તેનો પતિ ઝઘડો કરતા જોવા મળી રહ્યા છે. વીડિયો જોયા બાદ તમને લાગશે કે તેમના લગ્ન જીવનમાં બધુ ઠીક ચાલી રહ્યુ નથી. પરંતુ આ વીડિયો તમે જયારે પૂરો જોશો તો તમને ખ્યાલ આવશે.

પ્રિયા આહુજાએ પોતે પતિ સાથેની મારપીટનો વીડિયો શેર કર્યો છે. જેમાં તે બંને ઘરની અગાશીમાં ઊભા છે. બંને વચ્ચે કંઇ કહાસુની થઇ જાય છે અને અચાનક આ કહાસુની મારપીટમાં બદલાઇ જાય છે. વીડિયોમાં બંને એકબીજા પર હાથ ઉઠાવતા જોવા મળી રહ્યા છે. પરંતુ આ વીડિયો પાછળની હકિકત કંઇ અલગ જ છે.

તમને જણાવી દઇએ કે, પ્રિયા આહુજાએ આ વીડિયો શેર કરતા કેપ્શન લખ્યુ છે કે, #aurorarunaway ચેલેન્જને અલગ અંદાજમાં કરવાની કોશિશ કરી છે. આ બસ આ ઇન્સ્ટાગ્રામ રીલને વધુ મજેદાર બનાવવા માટે કર્યુ છે. આ વીડિયો પર લોકો ઘણા રિએક્શન આપી રહ્યા છે. પ્રિયા આહુજાનો આ વીડિયો જોયા બાદ તમે તમારુ હસવુ નહિ રોકી શકો.

ઉલ્લેખનીય છે કે, કેટલાક સમય પહેલા જ પ્રિયાએ તેની તસવીર શેર કરી તહેલકો મચાવી દીધો હતો. તસવીર સાથે સાથે તેના કેપ્શને પણ સૌનુ ધ્યાન ખેંચ્યુ હતુ.

Shah Jina