ખબર મનોરંજન

પત્ની સાથે રોમેન્ટિક થયા તારક મહેતાના ડિરેક્ટર માલવ, લિપ લોક કરતી તસવીરોએ ધમાલ મચાવી દીધી

તારક મહેતાની આ ફેમસ અભિનેત્રી લિપ કિસ કરતી નજરે આવી, તસવીરો થઇ ગઈ રાતોરાત વાયરલ

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રીટા રિપોર્ટરનો રોલ નિભાવતી એક્ટ્રેસ પ્રિયા આહુજા પોતાની બોલ્ડ તસવીરોને કારણે સો.મીડિયામાં છવાયેલી રહે છે. પ્રિયા અવાર-નવાર હોટ ફોટોશૂટ કરાવતી રહેતી હોય છે. ચાર મહિના પહેલા અભિનેત્રીએ દરિયાની વચોવચ યૉટમાં બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું.

ટીવી ઇન્ડસ્ટ્રીનો શો એવો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ લોકોને ખુબ પસંદ આવે છે. આ શોએ લોકોને ખુબ હસાવ્યા છે અને તેથી જ બાળકોથી લઈને વડીલો સુધી આ શો જોવાનું ખુબ પસંદ કરે છે. આગળના અમુક સમયથી શોમાંથી ઘણા કલાકારોએ શોને અલવિદા કહી દીધું છે અને નવા કલાકારોની એન્ટ્રી થઇ રહી છે. આમાંની જ એક શોમાં રીટા રિપોર્ટરનું પાત્ર ભજવનારી અભિનેત્રી છે પ્રિયા આહુજા. પ્રિયા શોમાં અમુક ખાસ એપિસોડમાં જ જોવા મળે છે.

પ્રિયાએ શો ના ડાયરેક્ટર માલવ રાજદા સાથે લગ્ન કર્યા છે અને બંનેનો એક ક્યૂટ દીકરો પણ છે. લગ્ન પછી પ્રિયા પોતાનું લગ્નજીવન એન્જોય કરી રહી છે અને શોમાં ભાગ્યે જ જોવા મળે છે. જો કે પ્રિયા સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને પોતાની અપડેટ્સ ચાહકોને આપતી રહે છે.એવામાં તાજેતરમાં જ પ્રિયા પતિ સાથે આબુધાબી વેકેશન પર પહોંચી છે. અને અહીંની સુંદર વાદીઓની તસવીરો પણ પ્રિયાએ પોતાના એકઉન્ટ પર શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Malav Rajda (@malavrajda)

એવામાં વેકેશનની પ્રિયાની નવી તસવીરો સામે આવી છે જેમાં તે પતિ સાથે રોમેન્ટિક મૂડમાં દેખાઈ રહી છે. આ તસવીરમાં પ્રિયાએ ઓરેન્જ મોનકોની પહેરી રાખી છે જ્યારે માલવ શર્ટલેસ દેખાઈ રહ્યા છે.બંને સ્વિમિંગ પુલના પાણીમાં એકદમ કોઝી થયા છે અને લિપલોક કરતી તસવીરો ક્લિક કરી છે. લીપલોકની આ તસવીરો માલવે પોતાના એકાઉન્ટ પર શેર કરી છે.

પ્રિયાની આ તસવીરો સામે આવતા જ વાયરલ થઇ ગઈ છે.પત્ની અને દીકરા સાથે ફરવા ગયેલા માલવે પોતાના વેકેશનને એકદમ યાદગાર બનાવી દીધું છે. તસવીરો જોઈને લાગી રહ્યું છે કે પરિવારે વેકેશનનો ભરપૂર આનંદ માણ્યો છે.પ્રિયાએ વેકેશનની ઘણી તસવીરો શેર કરી છે જેમાં તે મોનોકોની પહેરીને સમુદ્રમાં આગ લગાડતી દેખાઈ રહી છે.

માલવ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોને ડાયરેક્ટ કરી રહ્યા છે અને આ શો દરમિયાન જ માલવ અને પ્રિયા વચ્ચે નજીકતા વધી હતી. અમુક વર્ષો સુધી ડેટ કર્યા બાદ બંનેએ લગ્ન કરી લીધા અને હાલ તેઓનો ક્યૂટ દીકરો પણ છે. માં બન્યા બાદ પ્રિયા શોથી દૂર છે અને પોતાના બાળકની સંભાળ લઇ રહી છે. પ્રિયા આ શો પહેલા અન્ય પણ ટીવી શોમાં કામ કરી ચુકી છે, જો કે તેને સાચી ઓળખ અને લોકપ્રિયતા તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા દ્વારા મળી છે.