“તારક મહેતા”ની રીટા રિપોર્ટર એટલે કે પ્રિયા આહુજાએ શેર કરી એવી બોલ્ડ તસવીરો કે જોઇને ચાહકોનો છૂટી ગયો પરસેવો

તારક મહેતાની રીટા રીપોર્ટર થઇ ગઇ છે ઘણી બોલ્ડ, જુઓ PHOTOS

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો ટીવીનો લોકપ્રિય અને કોમેડી શો છે. આ શો છેલ્લા 13 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો જેટલો લોકપ્રિય છે, તેટલા જ તેના પાત્રો પણ લોકપ્રિય છે. આ શોના બધા કલાકારો તેમના મજાકિયા અંદાજ માટે જાણિતા છે. તેવું જ શોમાં એક પાત્ર છે રીટા રીપોર્ટરનું.

રીટા રીપોર્ટરનું પાત્ર પ્રિયા આહુજા નિભાવી રહી છે. પ્રિયા આહુજા અસલ જીવનમાં ખૂબ જ બોલ્ડ અને બિંદાસ છે. પ્રિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. પ્રિયા આહુજાએ હાલમાં જ એક ફોટોશૂટ કરાવ્યુ છે. જેમાં તેનો સુપર બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે.

પ્રિયાએ હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે સફેદ રંગની હુડીમાં જોવા મળી રહી છે. તેણે માત્ર હુડી જ પહેરી છે. આની નીચે તેણે કંઇ પણ કેરી કર્યુ નથી. તેણે આ લુકને કંપલીટ કરવા માટે ખૂબસુરત મેકઅપ કર્યો છે અને વાળને ખુલ્લા રાખ્યા છે. પ્રિયાએ શોના નિર્દેશક માલવ રાજદા સાથે લગ્ન કર્યા છે. તે ભલે શોમાં ઓછી જોવા મળતી હોય પરંતુ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તેની ફેન ફોલોઇંગ પણ સારી છે.

પ્રિયા ઘણીવાર તેની શાનદાર તસવીરો શેર કરતી રહે છે. ચાહકો પણ તેની તસવીરોને ઘણી પસંદ કરે છે.માલવ રાજદા અને પ્રિયા આહુજા બંને એક બાળકના માતા પિતા પણ છે. તે બંને ફેમેલી ટાઈમ પણ ખુબ જ એન્જોય કરે છે. પ્રિયા અને માલવનું તારક મહેતાની સ્ટાર કાસ્ટ સાથે પણ ખુબ જ સારું બોન્ડિંગ છે.

Shah Jina