તારક મહેતાના રીટા રિપોર્ટરના ફેન્સ માટે આવી મોટી ખુશખબરી

વર્ષો પછી તારક મહેતાની આ દિગ્ગજ અભિનેત્રીના ફેન્સ માટે આવી ખુશખબરી…જુઓ

ટીવી જગતમાં ઘણી એવી ધારાવાહિક છે જેણે દર્શકોના દિલમાં એક અલગ જગ્યા બનાવીને રાખી છે. તેમાંથી જ એક શો છે “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”. જે સતત 13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના બધા કલાકારો તેમના મજાકિયા અંદાજ માટે જાણિતા છે અને આ શોના કલાકારો તેમની રિયલ લાઇફને લઇને ઘણીવાર ચર્ચામાં જોવા મળતા હોય છે. આ શોની એક કલાકાર છે રીટા રિપોર્ટર. આ પાત્ર પ્રિયા આહુજા નિભાવી રહી છે. તે થોડા સમય પહેલા જ માતા બની હતી. (તસવીરો : ઇન્સ્ટાગ્રામ)

રીટા રીપોર્ટર પસંદગીતા કલાકારોમાંની એક છે. તે તારક મહેતા શોમાં વાપસી કરી ચૂકી છે. જણાવી દઇએ કે, પ્રિયા આહુજા શોમાં ઘણા સમયથી નજર આવી રહી ન હતી. એવામાં લોકોને લાગ્યુ કે, કદાચ પ્રિયાએ શો છોડી દીધો છે. જો કે, પ્રિયાએ શો છોડ્યો ન હતો પરંતુ શોમાં તેનું ન આવવાનું કારણ અલગ હતુ.

પ્રિયા આહુજાએ શોના ડાયરેક્ટર માલવ રાજદા સાથે લગ્ન કર્યા છે અને આ માટે તે શોનો હંમેશાથી ભાગ રહી છે. પ્રિયાએ 2008થી 2010 સુધી સિરિયલ ‘તારક મહેતા..’માં કામ કર્યું હતું. ત્યારબાદ તેણે શો છોડી દીધો હતો. પ્રિયાએ 2011માં માલવ રાજદા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના બે વર્ષ બાદ 2013માં ફરી તે શોમાં જોડાઈ હતી.

પ્રિયાએ 2019માં શો છોડી દીધો હતો. તેણે મેટરનિટી લીવ લીધી હતી. તેણે વર્ષ 2019માં દીકરા અરદાસને જન્મ આપ્યો હતો. દીકરાના જન્મના થોડાં મહિના બાદ વર્ષ 2020માં પ્રિયા આહુજા શોમાં જોવા મળી હતી. ગોકુલધામ સોસાયટી કોરોના વાયરસ વિરુદ્ધ કેવા પગલાં ભરે છે, તે ટ્રેકમાં રીટા જોવા મળી હતી.

પ્રિયા ભલે શોમાં ઓછી જોવા મળે છે. પરંતુ  તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેની ફેન ફોલોઇંગ પણ ઘણી વધારે છે. તે ઘણીવાર તેની શાનદાર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે. તેની તસવીરોને ચાહકો દ્વારા પણ પસંદ કરવામાં આવે છે.

પ્રિયા ઘણીવાર તેની બોલ્ડ તસવીરો પણ શેર કરતી હોય છે. જેને જોઇને ચાહકોની આંખો થમી જાય છે. ઘણીવાર તો તે તેની તસવીરોને કારણે ટ્રોલિગનો શિકાર પણ થઇ જાય છે. પરંતુ તેને બધાની પરવાહ નથી. કેટલાક દિવસો પહેલા તેણે તેના પતિ સાથેનો એક વીડિયો શેર કર્યો હતો, જેના પર ચાહકોએ ખૂબ પ્રેમ લૂંટાવ્યો હતો. પ્રિયા માતા બની ચૂકી છે.

એવામાં તે સોશિયલ મીડિયા પર નવી માતા તેમના બાળકોને કેવી રીતે સંભાળે છે તેની ટિપ્સ પણ  શેર કરતી રહે છે. હવે રીટા રીપોર્ટરની વાપસી બાદ ચાહકો દયાભાભી એટલે કે દિશા વાકાણીની પણ વાપસીની રાહ જોઇ રહ્યા છે. દિશા હાલ તો શોમાં કયારે વાપસી કરશે તેની કોઇ જ જાણ નથી.

Shah Jina