“તારક મહેતા”ની રીટા રીપોર્ટરે પતિ અને અંગત મિત્રો સાથે સેલિબ્રેટ કર્યો બર્થ ડે, જુઓ કોણ કોણ રહ્યુ હાજર

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો ટીવીનો લોકપ્રિય અને કોમેડી શો છે. આ શો છેલ્લા 13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો જેટલો લોકપ્રિય છે, તેટલા જ તેના પાત્રો પણ લોકપ્રિય છે. આમ તો શોના બધા કલાકારો લોકપ્રિય છે અને દર્શકો દ્વારા તેમને પ્રેમ પણ મળતો હોય છે ત્યારે આ શોમાં કયારેક કયારેક જોવા મળતુ રીટા રીપોર્ટરનું પાત્ર પણ જાણિતુ પાત્ર છે. રીટા રીપોર્ટરનું પાત્ર પ્રિયા આહુજા નિભાવી રહી છે. પ્રિયા આહુજા અસલ જીવનમાં ખૂબ જ બોલ્ડ અને બિંદાસ છે.

પ્રિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. પ્રિયા આહુજાએ હાલમાં એક વીડિયો શેર કર્યો છે, જે ઘણો વાયરલ થઇ રહ્યો છે. પ્રિયા આહુજાએ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો અને આ દરમિયાન તારક મહેતામાં સોનુ અને અંજલીનું પાત્ર નિભાવતા પલક અને સુનૈનાએ પણ હાજરી આપી હતી. તેમજ શોમાં ભઇલુનું પાત્ર નિભાવતી અભિનેતાએ પણ હાજરી આપી હતી. પ્રિયાએ બર્થ ડે સેલિબ્રેશનનો વીડિયો શેર કર્યો છે, જે ઘણો વાયરલ થઇ રહ્યો છે.

પ્રિયાએ આ વીડિયો શેર કરતા કેપ્શનમાં હેપ્પી બર્થ ડે ટુ મી લખ્યુ હતુ. વીડિયોમાં જોઇ શકાય છે કે તેણે બ્લેક અને ગોલ્ડન શોર્ટ ડ્રેસ પહેર્યો છે અને  દિવાલ પર સિલ્વર આલ્ફાબેટિકલ બલૂન્સથી હેપી બર્થ ડે લખવામાં આવ્યું છે. આ સિવાય ડેકોરેશનમાં બ્લેક, સિલ્વર અને ઓરેન્જ રંગના બલૂન્સ પણ જોવા મળી રહ્યા છે.

પ્રિયાએ શેર કરેલ વીડિયો જોતા લાગી રહ્યુ છે કે તેણે તેનો જન્મદિવસ અંગત મિત્રો અને પતિ સાથે સેલિબ્રેટ કર્યો હતો. પ્રિયાના આ વિડીયો પર ચાહકો કોમેન્ટ કરી તેને જન્મદિવસની શુભકામના પાઠવી રહ્યા છે. શોમાં સોનુનો રોલ પ્લે કરતી પલક સિદ્ધવાનીએ ગત રાત્રે થયેલા બર્થ ડે સેલિબ્રેશનની કેટલીક તસવીરો શેર કરી છે. પલકે સુનૈના અને પ્રિયા સાથે ફોટો શેર કર્યો હતો અને પ્રિયાને બર્થ ડે વિશે કર્યુ હતુ.

પ્રિયા ઘણીવાર તેની શાનદાર તસવીરો શેર કરતી રહે છે. ચાહકો પણ તેની તસવીરોને ઘણી પસંદ કરે છે.માલવ રાજદા અને પ્રિયા આહુજા બંને એક બાળકના માતા પિતા પણ છે. તે બંને ફેમેલી ટાઈમ પણ ખુબ જ એન્જોય કરે છે. પ્રિયા અને માલવનું તારક મહેતાની સ્ટાર કાસ્ટ સાથે પણ ખુબ જ સારું બોન્ડિંગ છે.

જણાવી દઈએ કે માલવ રાજદા શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચીફ ડિરેક્ટર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રિયા આહુજા અને માલવ એકબીજાને શોના સેટ પર જ મળ્યા હતા અને અહીં બંનેને એકબીજા સાથે પ્રેમ થયો હતો. આ પછી બંનેએ 2011માં લગ્ન કરી લીધા હતા. આ વર્ષે જન્માષ્ટમી પર પ્રિયા આહુજાએ પોતે ગર્ભવતી હોવાની સૌથી મોટી ખુશી જાહેર કરી હતી. લગ્નના આઠ વર્ષ બાદ પ્રિયા અને માલવ મમ્મી-પપ્પા બન્યા હતા.

Shah Jina