મનોરંજન

રીટા રિપોર્ટરે શેર કરી દીકરાની 10 તસ્વીરો, તમે પણ જુઓ એક ક્લિકે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રીટા રિપોર્ટરની ભૂમિકા નિભાવનાર પ્રિયા આહુજા આજકાલ સંપૂર્ણ રીતે પોતાનું મધરહૂડ એન્જોય કરી રહી છે.

Image Source

પ્રિયા આહુજા અને તેના પતિએ તમના દીકરાના નવા ફોટોશૂટની તસ્વીરો આજે પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે અને તેમના તેઓ ખૂબ જ સુંદર દેખાય છે.

Image Source

પ્રિયાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસ્વીરોમાં તેમના દીકરાને પીળા કપડામાં લપેટીને રાખ્યો છે અને પ્રિયા અને તેમના પતિ માલવે સફેદ આઉટફિટ પહેર્યો છે. આ તસ્વીરમાં પ્રિયાએ અને માલવે દીકરા અરદાસને પકડીને રાખ્યો છે અને ક્યૂટ અરદાસ ખૂબ જ ઊંડી ઊંઘ માણી રહ્યો છે.

Image Source

પહેલીવાર માતાપિતા બનેલા માલવ અને પ્રિયા પોતાના બાળક સાથે વધુ સમય વિતાવવો પસંદ કરે છે. બંને તેમના બાળકની દરેક ક્ષણને કેપ્ચર કરે છે અને તેમના બાળકને દરેક તહેવાર માટે તૈયાર કરે છે.

Image Source

ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી આ તસ્વીરમાં પ્રિયા અને તેમનો દીકરો ખૂબ જ સુંદર દેખાઈ રહયા છે, જેમાં પ્રિયાએ ઓફ-વ્હાઇટ ડ્રેસ પહેર્યો છે અને અરદાસ રેડ આઉટફિટમાં દેખાઈ રહ્યો છે. આ તસ્વીર શેર કરતાંની સાથે પ્રિયાએ લખ્યું છે સિતારાઓ જેટલી આંખો છે.

Image Source

આ સિવાય એક તસ્વીરમાં પ્રિયા, તેમની દીકરો અને તેમના પતિ ત્રણેય કલર-કો-ઓર્ડિનેટેડ આઉટફિટમાં ખૂબ જ સુંદર દેખાઈ રહયા છે. આ તવસીરમાં ત્રણેય પીળા રંગના આઉટફિટમાં દેખાઈ રહ્યા છે.

Image Source

નોંધનીય છે કે પ્રિયાએ પોતાની પ્રેગ્નેન્સીના સમાચાર જન્માષ્ટમીના દિવસે આપ્યા હતા, જયારે તે પતિ સાથે માલદીવ્સ ફરવા ગઈ હતી. તેની બેબી શાવરની તસ્વીરો પણ તેમના ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.