23 વર્ષનો વ્યક્તિ વાઘને ખવડાવવા ગયો અને મૃત્યુ પામ્યો, વીડિયો જોઈને હાજા ગગડી જશે

વાઘે 23 વર્ષના વ્યક્તિનો હાથ ખેંચ્યો અને પોતાના જબડા પાસે લઈ ગયો, હિંમત હોય તો જ જોજો વીડિયો

ખતરનાક પ્રાણીઓની સંભાળ રાખવી એ કોઇ સરળ કાર્ય નથી. તેને કૌશલ્ય અને સચેતતા બંનેની જરૂર છે. જો તમે કોઈપણ સમયે પ્રાણીના મૂડને સમજી શકતા નથી, તો તે તમારા જીવન પર સીધી અસર કરે છે. પશ્ચિમ મેક્સિકોમાં પેરીબન નામના સ્થળે આવી જ એક ઘટના બની હતી. અહીં વાઘને ખોરાક આપતી વખતે પાંજરાની અંદરથી એક વ્યક્તિનો હાથ વાઘે ચાવી લીઘો હતો. આ ઘટનામાં 23 વર્ષીય યુવક હાર્ટ એટેકનો પણ ભોગ બન્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું.

સ્થળ અહીં તે વ્યક્તિને કોઇ મજા લઇ રહ્યો ન હતો પરંતુ રોજની જેમ વાઘને ખવડાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.વાઘની દેખરેખ કરવાવાળા વ્યક્તિને જ પ્રાણી પર પ્રેમ બતાવવો ભારે પડી ગયો. આ વ્યક્તિ પિંજરામાં બંધ વાઘ પર હાથ ફેરવી રહ્યો હતો. આ દરમિયાન જ વાઘે તેના પર હુમલો કરી દીધો. જેને કારણે તે ખરાબ રીતે ઘાયલ થયો હતો. જો કે, તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો પરંતુ તે બાદ તેનો જીવ ચાલ્યો ગયો.

ઘટનાની વિગતવાર માહિતી જોઇએ તો, ઝૂની સંભાળ લેનાર વ્યક્તિએ વાઘને તેને ખવડાવવા માટે વાડમાં બોલાવ્યો. તે નજીક આવ્યો. આ પછી વ્યક્તિએ વાઘની ગરદન પર હાથ ફેરવાનું શરૂ કર્યું. પરંતુ વાઘનો મૂડ બદલાઈ ગયો.જે પછી તેણે વ્યક્તિ પર હુમલો કર્યો. આ વ્યક્તિનું નામ જોસ ડી જીસસ હતુ. તે 23 વર્ષનો હતો. જોસ વાઘના હુમલાથી ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો. તે દર્દથી કણસી રહ્યો હતો.

વાઘે તેનો હાથ ખેંચ્યો અને તેના જડબામાં લઇ લીધો. જે બાદ તેણે પોતાના તીક્ષ્ણ દાંત વડે હુમલો કર્યો. વાઘના હુમલા બાદ માણસના હાથમાંથી લોહીની ધાર વહેવા લાગી. જોસને જોસને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ ત્યાં તેણે હાથને કાપવાનો ઈન્કાર કર્યો.ડૉક્ટરોએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે પરિસ્થિતિ જટિલ બની ગઈ હતી અને ડાયાબિટીસના દર્દી જોસને હાર્ટ એટેક આવ્યો.

જે બાદ તે મૃત્યુ પામ્યો.આ ઘટનાનો વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. તે ઘણા પ્રાણીઓને ખાનગી પ્રાણી સંગ્રહાલયમાં રાખે છે. આ બાબતે ઝૂના માલિકે જોસ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. વાઘના માલિકે કહ્યું કે તેણે જોસનું મેડિકલ બિલ ચૂકવી દીધું છે.

તેણે એમ પણ કહ્યું કે તેની પાસે પ્રાણી સંગ્રહાલય માટે તમામ પરમિટ છે.સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, હવે એ તપાસ કરવામાં આવી રહી છે કે માલિક પાસે વાઘને રાખવાની પરવાનગી હતી કે નહીં. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તે પ્રાણી સંગ્રહાલયમાં સિંહ અને એક મગર પણ છે.

Shah Jina