બોલિવુડના મહાનાયકથી લઇને ખિલાડી સુધી આ 7 સ્ટાર્સ પાસે છે તેમનું પોતાનુ પ્રાઇવેટ જેટ, જાણો

પોતાના પ્રાઇવેટ જેટમાં ઉડીને મોજ મસ્તી કરે છે આ 7 સ્ટાર્સ, નામ જાણીને કહેશો વાહ !

બોલિવુડના મશહૂર સ્ટાર્સ જેટલી ચમક-ધમક સ્ક્રીન પર બતાવે છે. તેટલી જ તેઓ લગ્ઝરી લાઇફ અસલ જીવનમાં જીવે છે. બોલિવુડ સેલેબ્સ પાસે લગ્ઝરી ગાડીઓ અને ઘરોની વાત તો સામાન્ય છે, પરંતુ તમને જાણીને હેરાની થશે કે કેટલાક સ્ટાર્સ પાસે તેમના પોતાના પ્રાઇવેટ જેટ છે અને તેઓ તેમાં સફર કરવુ પસંદ કરે છે.

તો, ચાલો જાણીએ આ સ્ટાર્સ વિશે જેઓ પોતાના પ્રાઇવેટ જેટમાં સફર કરવી પસંદ કરે છે.

1.અમિતાભ બચ્ચન : બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન લગભગ જ કયારેક એરપોર્ટ પર જોવા મળતા હશે, કારણ કે તેઓ તેમના પોતાના જેટથી જ યાત્રા કરે છે. તેમના આ પ્લેનની ઝલક અભિષેક બચ્ચને કેટલાક વર્ષ પહેલા જ શેર કરી હતી જયારે બિગ બીને પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે પુરસ્કાર મળ્યો હતો.

2.અક્ષય કુમાર : બોલિવુડના ખેલાડી અક્ષય કુમાારે પોતાના દમ પર બોલિવુડમાં એક અલગ પોતાની ઓળખ બનાવી છે. અક્ષય કુમારનો બંગલો તો તમે જોયો જ હશે. તમને જણાવી દઇએ કે, અક્ષય કુમાર પાસે ખૂબ જ લગ્ઝરી પ્રાઇવેટ જેટ છે. તે તેમના પરિવાર સાથે હોલિડે પર આમાં જ જાય છે.

3.શાહરૂખ ખાન : બોલિવુડના કિંગખાન શાહરૂખ ખાન વેકેશનમાં આવવા જવા માટે તેમના પ્રાઇવેટ જેટનો ઉપયોગ કરે છે. ઘણીવાર તેઓ પરિવાર સાથે પ્રાઇવેટ જેટમાં જોવા મળે છે. શાહરૂખ ફિલ્મ પ્રમોશન માટે પણ પ્રાઇવેટ જેટનો ઉપયોગ કરે છે.

4.સલમાન ખાન : બોલિવુડના દબંગ સલમાન ખાન સૌથી વ્યસ્ત સ્ટાર્સમાંના એક છે. બોલિવુડના આ સુપરસ્ટાર પણ જેટથી યાત્રા કરે છે. સલમાન ખાન પર્સનલ ટ્રિપ, પ્રમોશન અને શુટિંગ દરમિયાન તેનો ઉપયોગ કરે છે. પરિવાર સાથે ફરવા માટે પણ તેઓ તેનો ઉપયોગ કરે છે.

5.અજય દેવગન : બોલિવુડના સિંઘમ અજય દેવગન તે અભિનેતાઓમાંના એક છે જે લગ્ઝરી ગાડીઓનો શોખ ધરાવે છે. તેમના ગાડીઓના કલેક્શનમાં મસેરાતી ક્વોટ્રોપોર્ટ, બીએમડબ્લ્યુ, જેડ4 અને ઓડી એ5 સ્પોટબેક સહિત ઘણી છે. અજય પાસે પોતાનુ પ્રાઇવેટ જેટ છે. રિપોર્ટ અનુસાર, તેમનુ એરક્રાફટ સિક્સ સીટર હોકર 800 છે.

6.શિલ્પા શેટ્ટી : બોલિવુડની ફિટ અભિનેત્રીઓમાંની એક શિલ્પા શેટ્ટી કુંદ્રા ઘણી શાનદાર લાઇફ જીવે છે. તેની પાસે ઘણી સંપત્તિ છે. કથિત રીતે તેની પાસે પોતાનું પ્રાઇવેટ જેટ છે.

7.પ્રિયંકા ચોપડા : બોલિવુડથી લઇને હોલિવુડ સુધી નામ કમાવનારી પ્રિયંકા ચોપડા પાસે પણ પ્રાઇવેટ જેટ છે. પ્રિયંકા ઘણીવાર તેના પ્રાઇવેટમાં સફર કરે છે અને સમયની અછતને કારણે તે પ્રાઇવેટ જેટમાં મુસાફરી કરે છે.

Shah Jina