સુરતમાં માનવતાને શર્મસાર કરતી ઘટના આવી સામે, હોસ્પિટલે મૃત દેહને રસ્તા ઉપર મૂકી દરવાજે મારી દીધા તાળા

કોરોનાના વધતા જતા સંક્રમણના કારણે હોસ્પિટલો ભરાઈ રહી છે. આ દરમિયાન હોસ્પિટલોમાંથી માનવતાને શર્મસાર કરતી ઘટનાઓ પણ સામે આવે છે. હાલ એવી જ એક ઘટના સુરતમાંથ સામે આવી રહી છે, જ્યાં હોસ્પિટલનું બિલ ના ભરી શકવાના કારણે હોસ્પિટલે દર્દીના મૃત દેહને રસ્તા ઉપર નાખી દીધો હતો અને હોસ્પિટલના દરવાજે તાળું મારી દીધું હતું.

મળતી માહિતી અનુસાર ભગવાન નાયક નામના એક વ્યક્તિને બે દિવસ પહેલા તાવ આવ્યો હતો. ત્યારબાદ તેમના પરિવારજનો દ્વારા પાંડેસરમાં આવેલી પ્રિયા જનરલ હોસ્પિટલના ડોક્ટરને બતાવ્યું હતું. જ્યાં તેઓ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું.

પ્રિયા જનરલ હોસ્પિટલમાં સરવર દરમિયાન વારંવાર સારવારના નામે રૂપિયા માંગવામાં આવ્યા હતા. જોકે, રૂપિયા આપવા છતાં પણ દર્દીને સારું થયું નહોતું. અને આખરે ભગવાન નાયકનું મોત થયું હતું.

પરંતુ તેમના મોત બાદ હોસ્પિટલ દ્વારા જે કરવામાં આવ્યું તે ખરેખર ખુબ જ દયનિય છે. ભગવાન નાયકનો મૃતદેહ હોસ્પિટલની બહાર મૂકીને તેઓએ હોસ્પિટલને તાળુ મારી દીધું હતું. પરિવારજનોને આ વાતની જાણ થતા તે પણ હેબતાઈ ગયા હતા.

આ બાબતે પરિવાર દ્વારા પાંડેસરા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. ત્યારે પોલીસ પણ તરત જ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો. આ બાબતે ભગવાન નાયકના પિતા ત્રિનાથ નાયકે જણાવ્યું હતું કે, “અમને ન્યાય મળે કે નહીં પણ અમારામાં માનવતા છે એટલે અમે દીકરાના મૃતદેહને લઈ જઈશું અને અંતિમવિધિ કરી તેની આત્માને શાંતિ આપીશું.”

Niraj Patel