ખબર

નિ:શબ્દ કરી દેતો અકસ્માત : વરસાદ અને લોહીથી ભીનો થયેલો રોડ, ઠેર-ઠેર પડેલી લાશો…!વાંચો અહેવાલ

નવરાત્રીને બીજે દિવસે ગુજરાતના લોકોને સ્તબ્ધ કરી દે તેવી ઘટના તીર્થધામ અંબાજી નજીક સર્જાઈ છે. અંબાજી-દાતા રોડ પર ત્રિશુલિયા ઘાટ નજીક એક લક્ઝરી બસ ઊંઘી વળી ગઈ અને કહેવા પ્રમાણે લગભગ ૨૦ લોકોનાં મોત થયાં છે!

ઘટના બપોરના ચારેક વાગ્યાની બની છે(૩૦ સપ્ટેમ્બર). અંબાજી દર્શન કરીને ફરત ફરી રહેલા યાત્રાળુઓ આ બસમાં હતા. ત્રિશુલિયા ઘાટ નજીક વળાંક લેવા જતા બસ સ્લીપ ખાઈ ગઈ હોવાનું માનવું છે. ઘટના સ્થળ પર તરત જ ૧૦ લોકોનાં મોત થયાં હોવાનું માનવું છે. શરૂઆતમાં દાંતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને હવે આખો કાફલો બચાવ કામગીરીમાં જોતરાયો છે.
મોતની ચીસોથી વાતાવરણ ભયાવહ બન્યું —

બપોરના ચારેક વાગ્યાની આજુબાજુ અંબાજીથી દર્શન કરીને પરત ફરતા યાત્રાળુઓવાળી બસ ત્રિશુળિયા ઘાટ નજીક પલટી ખાઈને ઊંધી વળી જતા જે ગમખ્વાર અકસ્માતા સર્જાયો એમાં મોતે રીતસર ભરડો લઈ લીધો હોય તેવું લાગે છે. આ ગમખ્વાર અકસ્માતને પગલે લગભગ ૨૦ જેટલા લોકો મૃત્યુ પામ્યા હોવાનું કહેવાય છે જ્યારે ઘાયલોને હોસ્પિટલ પર ખસેડવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અકસ્માતને પગલે મોતનો કાળો કળેળાટ વ્યાપી ગયો છે.

વરસાદી માહોલમાં રોડ અને વેરાયેલી લાશો —

અકસ્માતને પગલે અંબાજી-દાંતા રોડ પર ઠેરઠેર લાશો જોવા મળી હતી. રોડ આખો જાણે લોહીમય બન્યો હોય એવું કરૂણ દ્રશ્ય સર્જાયું છે. બસમાં ફસાયેલા યાત્રાળુઓને ક્રેન દ્વારા બહાર લાવવામાં આવી રહ્યા છે અને એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલીક હોસ્પિટલે પહોંચાડવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે, કે આ અગાઉ પણ હમણાં અહીં સર્જાયેળા એક અકસ્માતમાં ૮ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

આ અકસ્માતને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના ટ્વીટર હેન્ડલના માધ્યમથી મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

માતાજી મૃતકોના આત્માને શાંતિ અર્પે અને એમના પરીવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના!

|| ૐ શાંતિ ૐ ||