ખબર મનોરંજન

ડ્રગ કેસમાં આર્યન ખાનના જામીન ઉપર છૂટ્યા બાદ શાહરુખ અને ગૌરીએ લીધો મોટો નિર્ણય, પર્સનલ બોડીગાર્ડ અને મન્નત…

ગત શનિવારના રોજ શાહરુખ ખાનનો દીકરો આર્થર રોડ જેલમાંથી જામીન ઉપર બહાર આવ્યો છે. છેલ્લા ત્રણ અઠવાડિયાથી તે ડગ કેસની અંદર જેલમાં બંધ હતો, ત્યારે આર્યન ખાનના ઘરે આવવા ઉપર પરિવાર સાથે શાહરુખના ચાહકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે શાહરુખ અને ગૌરી આર્યનના સ્વાસ્થ્ય અને સલામતીને લઈને પણ પહેલા કરતા વધારે સચેત બની ગયા છે.

આર્યન ખાનના ડગ કેસમાં ફસાયા બાદ અને જેલમાં ગયા બાદ શાહરુખ અને ગૌરી ખાન ખુબ જ હેરાન પણ થયા હતા. હવે જયારે તે જેલમાંથી છૂટીને ઘરે આવી ગયો છે ત્યારે બંનેએ મોટો નિર્ણય પણ લીધો છે. જેમાં દીકરાની સુરક્ષાને લઈને પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

ખબર આવી રહી છે કે શાહરુખ ખાન અને ગૌરી ખાન આર્યન માટે પર્સનલ બોડીગાર્ડ રાખવાનો નિર્ણય કર્યો છે. શાહરુખ સાથે તેનો બોડીગાર્ડ હંમેશા પડછાયાની જેમ જ તેની સાથે રહે છે. ત્યારે હવે આર્યન ખાન પાસે પણ તેનો પોતાનો બોડીગાર્ડ હશે. મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળી રહ્યું છે કે શાહરુખ ખાન આ ઘટના બાદ અંદરથી હલી ગયો હતો. તેમનું માનવું છે કે આર્યન પાસે તેનો બોડીગાર્ડ હોતો તો વાત આટલી આગળ ના વધતી. રવિની જેમ તેનો બોડીગાર્ડ પણ આર્યનનું ધ્યાન રાખતો. શાહરુખ આર્યન માટે જલ્દી જ બોડીગાર્ડ રાખવાનું મન બનાવી ચુક્યો છે.

આ બધા વચ્ચે એક એવી પણ ખબર મીડિયામાં આવી રહી છે કે શાહરુખ દીકરા આર્યન ખાનને દિવાળી બાદ મન્નતથી દૂર કરવા વિશે પણ વિચારી રહ્યો છે. ડગ કેસમાં જામીન મળ્યા બાદ આર્યન ખાનને તેનો પાસપોર્ટ સ્પેશિયલ કોર્ટમાં જમા કરાવવો પડ્યો છે. શરત પ્રમાણે આર્યન પરવાનગી વગર મુંબઈ અને ભારતની બહાર નહિ જઈ શકે. એવામાં જાણવા મળી રહ્યું છે કે શાહરુખ ખાન આર્યનને પોતાના અલીબાગ વાળા ફાર્મહાઉસમાં શિફ્ટ કરી દેશે.

શાહરુખ ખાન અને ગૌરી ઈચ્છી રહ્યા છે કે આર્યનને મીડિયાની નજરથી પણ બ્રેક મળે અને તે પોતાના ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકે.  જેના કારણે તે આર્યન ખાનને દિવાળી બાદ અલીબાગ મોકલી રહ્યા છે. અલીબાગની અંદર શાહરુખ ખાનનું આલીશાન ફાર્મ હાઉસ છે. જેના કારણે દીકરાને ટ્રોમા દૂર કરવામાં મદદ કરી શકે.