ખબર

9 વર્ષની ‘સુપરસ્ટાર સિંગર’ જીતી અને મળ્યો 15 લાખનો ચેક, જાણો કોણ છે 9 વર્ષની પ્રીતિ? વાંચો સ્ટોરી

સોની ટીવી પર પ્રસારીત થતો લોકપ્રિય શો ‘સુપરસ્ટાર સીંગર’ સીઝન-1 નો ખિતાબ પ્રીતિ ભટ્ટાચાર્જીએ પોતાના નામે કર્યો છે. કલકતાની રહેનારી માત્ર 9 વર્ષની પ્રીતિએ પોતાના મધુર અવાજથી લોકોને પ્રભાવિત કર્યા છે અને ગઈકાલ રવિવારના રોજ પ્રસારિત એસપીસોડમા પ્રીતિને સુપરસ્ટાર સિંગરની વિજેતા ઘોષિત કરવામાં આવી છે.

Image Source

જણાવી દઈએ કે શો જીતવા પર પ્રીતિને શાનદાર ટ્રોફી મળવાની સાથે સાથે 15 લાખ રૂપિયા ઈનામના સ્વરૂપે મળ્યા છે. સુપરસ્ટાર સિંગરની આ પહેલી સીઝન હતી. મુંબઈમાં થયેલા સુપર ફિનાલે માટે આવેલા લગભગ કરોડો વોટ્સની વચ્ચે નિર્ણય લેવામાં આવ્યો હતો. એવામાં આજે અમે તમને વિજેતા પ્રીતિ ભટ્ટાચાર્જીની અમુક ખાસ વાતો જણાવીશું.

Image Source

પ્રીતિ ભટ્ટાચાર્જી પિશ્ચમ બંગાળની કલકતાની રહેવાસી છે. પ્રીતિએ ખુબ નાની ઉંમરથી જ ગીતો ગાવાનું શરુ કરી દીધું હતું. પ્રીતિએ સુપરસ્ટાર સિંગરના ઓડિશનમાં ‘દિલ વીલ પ્યાર વ્યાર’ ગીત ગાઈને ત્રણે જજનું દિલ જીતી લીધી હતું જેના પછી તેને શો માં કંટેસ્ટેન્ટ(સ્પર્ધક)ના રૂપે પસંદ કરવામાં આવી હતી.

Image Source

શો માં પ્રીતિએ અલગ અલગ પ્રકારના ગીતો ગાઈને જજ ની સાથે સાથે દર્શકોને પણ પ્રભાવિત કર્યા હતા. શો ના દરમિયાન પ્રીતિની તની સફર પણ ખુબ જ શાનદાર રહી હતી, લગભગ 15 અઠવાડિયા સુધી ચાલેલા આ શો માં પ્રીતિ ભટ્ટાચાર્જી, મૌલી, સ્નેહા શંકર, હર્ષિત નાથ, અંકોના મુખર્જી અને નિષ્ઠા શર્મા ગ્રેન્ડ ફિનાલે સુધી પહોંચવામાં કામિયાબ રહ્યા હતા.

Image Source

આ શો 15 વર્ષ સુધીના બાળકોના સિંગિંગ ટેલેન્ટને દુનિયાની સામે લાવવા માટે શરૂ કરવામાં આવ્યો હતો. નીતિન કુમારને શો ના બેસ્ટ કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ સિવાય સલમાન અલી અને જ્યોતિકા તંગરી અને સચિન કુમાર વાલ્મિકી પણ શો ના કેપ્ટન રહ્યા હતા. આ બધા કેપ્ટન પર દરેક સ્પર્ધકને પરફોર્મેન્સ માટે તૈયાર કરાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

Image Source

જણાવી દઈએ કે શો ને જાણીતી હસ્તીઓ હિમેશ રેશમિયા, અલ્કા યાજ્ઞિક અને જાવેદ અલી જજ કરી રહ્યા હતા. શો માં પ્રીતિના સિવાય બાકીના ફાઈનલીસ્ટને 2-2 લાખ રૂપિયાનો ચેક તેઓના અભ્યાસ માટે આપવામાં આવ્યો છે. શો માં કોમેડિયન કિકુ શારદા અને કૃષ્ણા અભિષેકે પણ પરફોર્મેન્સ આપ્યું હતું. શો ના ફિનાલેના આ ખાસ મૌકા પર લક્ષ્મીકાંત પ્યારેલાલ અને અનુ મલિક અતિથિના સ્વરૂપે હાજર રહ્યા હતા.

Image Source

વિજેતા બનવા પર પ્રીતિ ભટ્ટાચાર્જીએ કહ્યું કે,”હું ખુબ જ ખુશ છું. હું મારી ભાવનાઓને શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. હું હવે લતાજી, આશાજી અને શ્રેયા દીદીને મળીને તેને પગે લાગવા માંગુ છું. તેના સિવાય હું શ્રેયા દીદી સાથે ગીત ગાવા પણ માંગુ છું”.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.