ખેલ જગત મનોરંજન

હજી તો મૂંછનો દોરો પણ નથી ફૂટ્યો ત્યાં આ ક્રિકેટરે જગ જાહેર આ સુંદરી સાથે કર્યું ફ્લર્ટ!

હજુ તો કરિયરની શરૂઆત છે અને પૃથ્વી આ હોટ અભિનેત્રી સાથે રમી રહ્યો છે પ્રેમની રમત, જુઓ તસ્વીરો

ટીવી ઉપર હવે IPL શરૂ થઇ ગઈ છે. અને દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓ તેને નિહાળી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા ઉપર પણ આ ક્રિકેટરો કેટલીક પોસ્ટ કરીને છવાયેલા રહે છે.

જેમાં ઘણા લોકો કોમેન્ટ કરતા હોય છે. પરંતુ ક્રિકેટરો કેટલીક ખાસ વ્યક્તિઓને જ રીપ્લાય આપતા હોય છે. જેના દ્વારા જ ચાહકો સમજી જાય છે કે તેમની વચ્ચે કંઈક ખીચડી રંધાઈ રહી છે.

Image Source

આવું જ કંઈક હાલમાં બની રહ્યું છે દિલ્હી કેપિટલ ટીમના નવ યુવાન ખેલાડી પૃથ્વી શૉ સાથે. તે હવે સોશિયલ મીડિયા દ્વારા એક અભિનેત્રી સાથે ખુલ્લેઆમ ફ્લર્ટ કરતો જોવા મળી રહ્યો છે. જો કે આપણે પણ જોયું છે કે ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ અને ક્રિકેટરો વચ્ચે સામાન્ય રીતે સંબંધો બંધાઈ જ જતા હોય છે.

Image Source

પૃથ્વી જે અભિનેત્રી સાથે ફ્લર્ટ કરી રહ્યો છે તે છે ટીવી જગતની અભિનેત્રી પ્રાચી સિંહ. એવી પણ ખબરો આવી રહી છે કે તે બંને એકબીજાને ડેટ પણ કરી રહ્યા છે. જેનું કારણ છે કે પૃથ્વીની દરેક પોસ્ટ ઉપર પ્રાચીની સતત કોમેન્ટ આવવી અને પૃથ્વીના પણ એ પ્રકારે રીપ્લાય આપવા. સાથે જ બંને મુંબઈના રહેવાસી છે માટે તે એકબીજાને ડેટ પણ કરતા હોય તેની શક્યતાઓ રહી શકે છે.

Image Source

હાલમાં જ પૃથ્વી શૉએ એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો હતો. જેમાં પ્રાચીએ કોમેન્ટ કરીને લખ્યું હતું કે “આ હાસ્યની મને બહુ યાદ આવી રહી છે.” ત્યારે તેના જવાબમાં પૃથ્વીએ શરમાતું ઈમોજી પોસ્ટ કર્યું હતું.

Image Source

માત્ર એક જ પોસ્ટ ઉપર નહિ પરંતુ પૃથ્વીની દરેક પોસ્ટ ઉપર પ્રાચી આ રીતે કોમેન્ટ કરી રહેલી જોવા મળે છે. જેના કારણે ચાહકોને પણ લાગી રહ્યું છે કે પ્રાચી અને પૃથ્વી વચ્ચે ઇલુ ઇલુ ચાલી રહ્યું છે. કદાચ દુબઈથી આઇપીએલ પૂર્ણ કર્યા બાદ તે પ્રાચીને પ્રપોઝ પણ કરી શકે છે.

Image Source

પ્રાચી ટીવી ઇન્ડસ્ટ્રીમાં નવી છે. તે કલર્સ ઉપર આવતી દૈનિક ધારાવાહિક “ઉડાન”માં અભિનય કરી રહી છે. આ સાથે જ પ્રાચી એક મોડેલ અને બૈલે ડાન્સર પણ છે.