બોલીવુડના અભિનેતાઓ અને અભિનેત્રીઓની જેમ જ ભારતીય ટીમના ક્રિકેટરો પણ હંમેશા લાઇમ લાઇટમાં છવાયેલા રહે છે. ક્રિકેટરોના ચાહકો પણ દુનિયાભરમાં ફેલાયેલા છે અને તેમના વૈભવી જીવનની ઝાંખી પણ ચાહકોને મળતી રહે છે. હાલ ભારતીય ટીમના એક એવા જ ખેલાડી પૃથ્વી શો હાલ ચર્ચામાં છે અને ચર્ચામાં રહેવાનું કારણ તેની રમત નહીં પરંતુ તેને ખરીદેલી બ્રાન્ડ ન્યુ લક્ઝુરિયસ કાર છે.
પૃથ્વી શોએ પોતાના માટે નવી BMW 6 Series Gran Turismo કાર ખરીદી છે. બીએમડબ્લ્યુની મુંબઈ સ્થિત ડીલરશીપ ઉપર જઈને ક્રિકેટરે આ શાનદાર કારની ડિલિવરી લીધી. કંપનીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર તેની તસવીરો પણ શેર કરી છે. તસવીરોમાં પૃથ્વી કારની ચાવી લેતા જોવા મળી રહ્યો છે.
પૃથ્વીએ સફેદ રંગની BMW 630i M Sport ખરીદી છે. જેની એક્સ શો રૂમ કિંમત 68.50 લાખ રૂપિયા છે. પૃથ્વીએ આ વિશે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ ઉપર પણ તસવીરો શેર કરી અને છે અને તસવીરો શેર કરવાની સાથે જ એક ભાવુક કરી દેનારો મેસેજ પણ તેને લખ્યો છે.
પૃથ્વી શોએ કાર સાથે પોતાની તસવીર શેર કરતા લખ્યું છે, “પૃથ્વી શોએ નીચેથી શરૂઆત કરી અને આજે અહીંયા છે.” પૃથ્વીનું કેરિયર હજુ બહુ લાંબુ નથી રહ્યું તે છતાં પણ તે મોંઘી ગાડીઓનો ખુબ જ શોખીન છે. પૃથ્વીએ આઇપીએલ 2021માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જો કે તેમની ટીમ ફાઇનલમાં નહોતી પહોંચી શકી.
તમને જણાવી દઈએ કે પૃથ્વી શો દ્વારા ખરીદવામાં આવેલ આ કારનું ફેસલિફ્ટ વર્જન હાલમાં જ ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં ઘણા નવા ફીચર્સ પણ જોડવામાં આવ્યા છે. આ કારની કિંમત 68.50 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને તેનું ટોપ મોડલ 79.20 લાખ રૂપિયા સુધીની એક્સ શો રૂમ કિંમતમાં મળે છે.