મનોરંજન

IPLમાં રમતો આ નાનો છોકરા જેવો ક્રિકેટર આજકાલ બોલિવૂડ હિરોઈન સાથે ચલાવી રહ્યો છે ચક્કર

મૂંછનો દોરો પણ ફૂટ્યો નથી અને આ ટેણીયો ક્રિકેટર બૉલીવુડ સુંદરી સાથે રમી રહ્યો છે પ્રેમના પાઠ, 7 તસ્વીરો જોઈને કહેશો ક્રિકેટર જેવા નસીબ આખી દુનિયામાં કોઈના નથી

ભારતીય ક્રિકેટરો અને એક્ટ્રેસો વચ્ચેનો સંબંધ કોઈ નવી વાત નથી. આ ટ્રેન્ડ ઘણા સમયથી ચાલ્યો આવે છે. આકડીમાં એક નવું નામ ભારતના યુવા ઓપનર પૃથ્વી શોનું જોડાયું છે.

મુંબઈનો રહેવાસી અને આઈપીએલ ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલનો યુવા બેટ્સમેન આ દિવસોમાં ડેટિંગના સમાચારને લઈને ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૃથ્વી શો આજકાલ તેમના શહેરમાં રહેતી એક્ટ્રેસ પ્રાચી સિંહને ડેટ કરી રહ્યો છે.

પૃથ્વી શોએ માત્ર 18 વર્ષની ઉંમરમાં ઇન્ટરનેશનલ ડેબ્યુ કરતા જ વેસ્ટઇંડીઝ વિરુદ્ધ સદી ફટકારી હતી. આ બાદ સતત બીજી મેચમાં તે સદીની નજીક પહોંચી ચુક્યો હતો. પૃથ્વી શોની રમત પર સચિન તેંડુલકર ખૂબ નજર રાખે છે અને ક્રિકેટના નિષ્ણાતો તેમનામાં સચિનની છબી જુએ છે.

ખબર તો એવી આવી રહી છે કે, આ દિવસોમાં પૃથ્વી એક્ટ્રેસ પ્રાચી સિંહને ડેટ કરી રહ્યો  છે. આ સમાચાર એટલે ચર્ચામાં આવ્યા હતા કારણકે પૃથ્વી શોની ઇન્સ્ટાગ્રામ પર પ્રાચી સિંહ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર સતત કમેન્ટ કરતી જોવા મળી હતી. પૃથ્વી પણ પ્રાચીએ કરેલી કમેન્ટ ને રિપ્લાઈ કરવાનું ભૂલતા નથી. બંને મુંબઈના રહેવાસી હોય જેના કારણે ડેટિંગની ખબર સામે આવી છે.

એક્ટ્રેસ પ્રાચી સિંહે લોકપ્રિય ટીવી સીરિયલ ઉડાનમાં કામ કરી ચુકી છે. પ્રાચી એક મોડેલની સાથે-સાથે ડાન્સ પણ કરે છે. તે બેલે ડાન્સ શીખે છે અને સોશિયલ મીડિયા પર તેના વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી છે. ફિલ્મ ‘રોજા’ ના ગીત ‘હસીન વાદીયા’ પર પ્રાચીસિંહે કરેલા ડાન્સનો વીડિયો ઇન્ટરનેટ પર જોરદાર છવાઈ રહ્યો છે.

પૃથ્વી શો હાલમાં યુએઈમાં આઈપીએલ 2020ની તૈયારી કરી રહ્યો છે. તે દિલ્હી કેપિટલ્સ માટે ઇનિંગ્સનો પ્રારંભ કરતો જોવા મળશે. પૃથ્વી શોના ઇન્ટરનેટ એકાઉન્ટમાં અમુક એવા કોમેન્ટ્સ જોવા મળ્યા છે જેને જોઈને અંદાજ લગાવવો સહેજ પણ મુશ્કેલ નથી કે અભિનેત્રી પ્રાચી સિંહ અને પૃથ્વી શો વચ્ચે નક્કી કઈ ચાલી રહ્યું છે. આ હિરોઈન માયાનગરી મુંબઈની રહેવાસી છે.

એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, અભિનેત્રી-ડાન્સર પ્રાચી સિંહ અને પૃથ્વી શો વચ્ચે વધારે જ ખાસ દોસ્તી છે. તેની પ્રુફ છે પૃથ્વી શોનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ. પૃથ્વીની દરેક પોસ્ટ પર પ્રાચીએ કમેન્ટ કરી છે અને આ યુવા ક્રિકેટરે પણ દરેક કમેન્ટનો જવાબ આપ્યો છે. પ્રાચી સિંહની કમેન્ટ અને પૃથ્વી શોના જવાબ જોઈને સ્પષ્ટ થાય છે કે, આ દોસ્તી વધારે ખાસ છે. જોકે, હાલ એ કહેવું વહેલું ગણાશે કે બન્ને વચ્ચે પ્રેમ જેવી કોઈ વાત છે.