મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી અંબાણીના જન્મ દિવસના ગ્રાન્ડ સેલિબ્રેશનની શાનદાર તસવીરો આવી સામે

પૃથ્વી અંબાણીના જન્મ દિવસ ઉપર રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું આખું જ જામનગર શહેર, તસવીરો અને વીડિયોમાં જોવા મળી જાહોજલાલી, જુઓ

દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીએ માર્ચ 2019માં તેમની બાળપણની પ્રેમિકા શ્લોકા મહેતા સાથે લગ્ન કર્યા હતા અને 10 ડિસેમ્બર 2020ના રોજ આકાશ અને શ્લોકાએ અંબાણી પરિવારને ખુશ કરી દીધા હતા. જયારે તમેને પોતાના બાળક પૃથ્વી આકાશ અંબાણીના આશીર્વાદ મળ્યા હતા. આ લાડલાએ ભારતના સૌથી ધનિક પરિવાર અંબાણી પરિવાર માટે અપાર ખુશીઓ લઈને આવ્યા અને તેમની દુનિયાને બદલી નાખી.

પૃથ્વી આકાશ અંબાણીના આગમનની જાહેરાત કરવા માટે અંબાણી પરિવારના પ્રવક્તા દ્વારા સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું હતું. સત્તાવાર નિવેદનમાં લખ્યું હતું કે, “ભગવાન કૃષ્ણની કૃપા અને આશીર્વાદથી, શ્લોકા અને આકાશ અંબાણી આજે મુંબઈમાં એક બાળકના માતા-પિતા બન્યા છે.

આકાશ અંબાણી અને શ્લોકા અંબાણીના પુત્ર પૃથ્વી આકાશ અંબાણીનો પ્રથમ જન્મદિવસ 10 ડિસેમ્બર 2021ના રોજ હતો અને અંબાણી પરિવારે તેમના માટે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. અંબાણી પરિવારે ઉજવણીઓને મીડિયાની ઝગઝગાટથી દૂર રાખી હોવા છતાં, ભવ્ય ઉત્સવોની ઝલક તેમના ઘણા ચાહક દ્વારા શેર કરવામાં આવી હતી. હાલમાં જ છોટે નવાબ પૃથ્વીના ગ્રાન્ડ બર્થ ડે સેલિબ્રેશનની કેટલીક તસવીરો સામે આવી છે.

1લી એપ્રિલ 2022ના રોજ પૃથ્વી આકાશ અંબાણીના જન્મ દિવસની ઘણી બધી તસવીરો જોવા મળી. અંબાણી પરિવારે તેમના કુલદીપક માટે એક્વા થીમ આધારિત બર્થડે પાર્ટી આપી હતી. તસવીરમાં આપણે શ્લોકા અંબાણી તેના પુત્ર પૃથ્વી સાથે વિશાળ કેકની બાજુમાં તેના હાથમાં જોઈ શકીએ છીએ.

જ્યારે બિન્દાસ મમ્મી શ્લોકા સફેદ ટોપ અને ફ્લોરલ-પ્રિન્ટેડ સ્કર્ટમાં ખૂબસૂરત દેખાતી હતી, ત્યારે બર્થ ડે બોય પૃથ્વી વાદળી જમ્પર અને મેચિંગ પેન્ટમાં ખૂબ જ સુંદર લાગતો હતો. જો કે, તે અદભૂત એક્વા-થીમ આધારિત કેક હતી જેણે દરેકનું ધ્યાન ખેંચ્યું હતું. આ સિવાય ફેન પેજ પર શ્લોકા મહેતા અને પૃથ્વી આકાશ અંબાણીની એક સુંદર તસવીર પણ શેર કરવામાં આવી છે.

તસવીરમાં પૃથ્વી કેમેરાથી દૂર તેની માતાના ખોળામાં બેઠેલો જોવા મળે છે. ફોટો ફોટોગ્રાફર્સ દ્વારા ક્લિક કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું હતું અને માતા-પુત્રની જોડી પરફેક્ટ લાગી રહી હતી. અન્ય એક ફેન પેજ પર પૃથ્વી અંબાણીની પોતાની દુનિયામાં ખોવાયેલા દેખાતા એક અદભુત ફોટો શેર કર્યો છે.

અંબાણી પરિવારના કુળ દિપક પૃથ્વી અંબાણીની બીજી પણ ઘણી તસવીરો સામે આવી છે. જેમાં તે પોતાના પરિવારના સદસ્યો સાથે કેમેરા સામે જોઈને પોઝ આપી રહ્યો છે. તસ્વીરોમાં પૃથ્વી ખુબ જ ખુશ દેખા રહ્યો છે. તેના પરિવારના સભ્યો પણ ખુશ હતા કારણ કે તેમનું નાનું બાળક એક વર્ષનું થઈ ગયું હતું. તસવીરોમાં આપણે કોકિલાબેન અંબાણી, નીતા અંબાણી, આકાશ અંબાણી, શ્લોકા મહેતા અને અન્ય નજીકના અને પ્રિયજનોને જોઈ શકીએ છીએ.

મુકેશ અંબાણીએ પૌત્ર પૃથ્વી અંબાણીના જન્મ દિવસની પાર્ટનું આયોજન જામનગર ખાતે કરવામાં આવ્યું હતું, આ પાર્ટીમાં બોલીવુડના ખ્યાતનામ કલાકારો ઉપરાંત ક્રિકેટ જગતના દિગ્ગજ ક્રિકેટરો પણ ઉપસ્થિત થયા હતા, જેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

ડિસેમ્બર 2021માં અમને મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી અંબાણીની પ્રથમ જન્મદિવસની પાર્ટીનો વીડિયો પણ સામે આવ્યો છે.જોકે અંબાણી પરિવારે તેનો કોઈ વીડિયો કે ફોટો શેર કર્યો નથી, પરંતુ આકાશ અંબાણીના ફેન પેજ પર આ ભવ્ય પાર્ટીની ઝલક શેર કરવામાં આવી છે. વીડિયોમાં આપણે જામનગર શહેરને રંગબેરંગી રોશનીથી ઝગમગતું જોઈ શકીએ છીએ.

Niraj Patel