4.5 કરોડની ચમચમાતી લેમ્બોર્ગિનીમાં દીકરા પૃથ્વી અંબાણીનો બર્થ ડે સેલિબ્રેટ કરવા પહોંચ્યા આકાશ-શ્વોકા અંબાણી, બોલિવુડ સ્ટાર્સ અને ક્રિકેટર્સ પણ બાળકો સાથે થયા સામેલ

મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી અંબાણીની બર્થ ડે પાર્ટીમાં લાગ્યો સ્ટાર્સનો મેળાવડો, જીયો ગાર્ડનમાં આપી ગ્રેન્ડ પાર્ટ

અંબાણી પરિવારે જ્યાં કેટલાક દિવસ પહેલા અનંત અંબાણી અને રાધિકા મર્ચેંટની સગાઇ બાદ શાનદાર પાર્ટી રાખી,ત્યાં હવે મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણી અને વહુ શ્લોકા મહેતાએ મુંબઇના જિયો ગાર્ડનમાં દીકરા પૃથ્વી અંબાણીની શાનદાર બર્થ ડે પાર્ટી રાખી. આકાશ અને શ્વોકાએ પૃથ્વીના બીજા જન્મદિવસની પાર્ટીનું આયોજન કર્યુ હતુ.

આ પાર્ટીમાં બોલિવુડથી લઇને ક્રિકેટ અને બિઝનેસ જગતની ઘણી નામચીન હસ્તિઓ પહોંચી હતી. જણાવી દઇએ કે, કપલ દીકરાના બર્થ ડે સેલિબ્રેશન માટે 4 કરોડથી પણ વધુ કિંમતની લક્ઝરી ગાડીમાં દીકરા સાથે પહોંચ્યુ હતુ. આકાશ અંબાણી અને શ્લોકા અંબાણી સહિત પાર્ટીમાં જે પણ હાજર રહ્યા હતા તેમની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે,

જે વાયરલ થઇ રહી છે. સ્ટાર કપલ દીકરાના બર્થ ડે સેલિબ્રેશન માટે Lamborghini Urusમાં પહોંચ્યુ હતુ. આકાશ અંબાણીની આ ગાડીની કિંમત 4 કરોડ રૂપિયાથી પણ વધુ છે. આ લક્ઝરી ગાડીમાં આકાશ અને શ્લોકા તેમના લાડલા દીકરા પૃથ્વી સાથે બર્થ ડે પાર્ટી લોકેશન પર પહોંચ્યા હતા. આ દરમિયાન ત્રણેયનો લુક ઘણો કુલ લાગી રહ્યો હતો. કપલે પેપરાજી સામે પોઝ પણ આપ્યા હતા. પૃથ્વીના બર્થ ડે સેલિબ્રેશનની થીમ વંડરલેન્ડ હતી.

આ ગાર્ડનના એન્ટ્રી ગેટ પર વંડરલેન્ડ લખેલુ હતુ અને ગેટને બ્લુ બલૂનની સજાવવામાં આવ્યો હતો. આ પાર્ટીમાં કરણ જોહર તેના બંને બાળકો રૂહી અને યશ સાથે પહોંચ્યો હતો. કરણ જ્યાં બ્લેક જેકેટ અને જીન્સ પહેરેલો જોવા મળ્યો અને સાથે તેણે ગોગલ્સ પણ કેરી કર્યા હતા. મુકેશ અંબાણી જેવા જ પાર્ટીમાં પહોંચ્યા તો પિતાને રિસીવ કરવા આકાશ અંબાણી પોતે કાર પાસે પહોંચ્યો હતો. બાપ-દીકરાએ પણ એકસાથે પેપરાજીને પોઝ આપ્યા હતા.

આ પાર્ટીમાં મશહૂર ડાયરેક્ટર અને રણબીર કપૂરના એકદમ નજીકના મિત્ર અયાન મુખર્જી પણ કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો હતો. અયાને ચેક ટી શર્ટ સાથે ગ્રે જીન્સ પહેર્યુ હતુ. આ સાથે જ સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાની પત્ની નતાશા તેના દીકરા અગસ્ત્ય અને ક્રુણાલ પંડ્યા અને તેના પત્ની પંખુડી સાથે જોવા મળી હતી.

પંડ્યા ફેમીલી ઉપરાંત ક્રિકેટર રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ પણ તેની બેબી ડોલ સાથે પાર્ટીમાં પહોંચી હતી.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક અને દેશના સૌથઈ અમીર બિઝનેસમેનમાંના એક મુકેશ અંબાણીનો પૌત્ર પૃથ્વી 10 ડિસેમ્બરે 2 વર્ષનો થઇ ગયો. જે બાદ સોમવારના રોજ આકાશ અને શ્લોકાએ મુંબઇના જિયો વર્લ્ડ ગાર્ડનમાં એક ગ્રેન્ડ બર્થ ડે પાર્ટીનું આયોજન કર્યુ હતુ.

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના 9 માર્ચ 2019ના રોજ ધામધૂમથી લગ્ન થયા હતા, આકાશ અને શ્લોકાના લગ્નમાં પાણીની જેમ પૈસાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ લગ્નમાં બોલિવુડની જાણિતી હસ્તિઓ સાથે સાથે દેશ અને દુનિયાની મશહૂર હસ્તિઓ પણ સામેલ થઇ હતી. આ લગ્નની ઘણા સમય સુધી લોકોની જુબાન પર ચર્ચા પણ ચાલી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina