મનોરંજન

બોલિવૂડને લાગ્યો ફરી એક ઝાટકો, આ દિગ્ગજે પિતાનું છત્ર ગુમાવ્યુ, જાણો વિગત

હાલ કોરોનાના કારણે બધા લોકો ઘરમાં જ છે. થોડા દિવસ પહેલા બોલીવુડના દિગ્ગ્જ એક્ટર ઇમરાન ખાનનું નિધન થયું હતું. આ બાદ ઋષિ કપૂરનું નિધન થતા બોલીવુડમાં શોક છવાઈ ગયો હતો. હાલમાં જ વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Pritam (@ipritamofficial) on

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના જાણીતા મ્યુઝિક ડિરેક્ટર પ્રીતમના ઘરે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પ્રીતમ ચક્રવતીના પિતાનું નિધન થયું છે.
ખબર જાણીતા સિંગર અને પ્રીતમના કરીબ મિત્ર કૈલાશ ખેરને સોશિયલ મીડિયા પર શેર કરી હતી. પ્રીતમના પિતાનું નામ પ્રબોધ ચક્રવર્તી છે. પ્રીતમ સ્કૂલમાં હતો ત્યારે તેના પિતાએ તેમને ગિટાર વગાડવાનું શીખવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Pritam (@ipritamofficial) on

સિંગર કૈલાશ ખેરએ મિત્ર પ્રીતમ સાથેનો ફોટો ટ્વિટર પર શેર કરીને કેપ્સનમાં લખ્યું હતું કે, મારા મિત્રના પિતા દેવલોક સિધાવી ગયા છે. તે દિવંગતના આત્માને શાંતિ મળે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. પ્રીતમ મારા ભાઈ @ipritamofficial આ સમયે ભગવાનની યાદ કરવું એ જ સમયની જરૂરિયાત. ઓમ નમો: શાંતિ. હરિ ૐ. હકીકતમાં લોકડાઉનમાં પ્રીતમના પિતાનું મોત પણ ચાહકો માટે દુઃખદ સમાચાર છે.

પ્રીતમ ચક્રવર્તીને બોલિવૂડના દિગ્ગજ સંગીતકારો ગણવામાં આવે છે. જણાવી દઈએ કે, પ્રીતમ ચક્રવર્તી બંગાળી પરિવારમાંથી છે. તેમણે સંગીતની પ્રારંભિક તાલીમ તેમના પિતા પ્રબોધ ચક્રવર્તી પાસેથી લીધી હતી. તેમણે શાળામાં હતા ત્યારે ગિટાર વગાડવાનું શીખ્યા હતા.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..