98 વર્ષની ઉંમરમાં આ દાદા જેલમાંથી આવ્યા બહાર… ત્યારે પોલીસ ઓફિસરે કર્યું એવું કામ કે જોઈને તમારી આંખો પણ છલકાઈ જશે… જુઓ વીડિયો

98 વર્ષની ઉંમરમાં જેલમાંથી બહાર આવ્યા આ દાદા, કોઈ લેવા ના આવ્યું, ત્યારે પોલીસ અધિકારીએ કર્યું દિલ જીતી લેનારું કામ

ઇન્ટરનેટ પર રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે જેમાં ઘણા વીડિયો લોકોના દિલ જીતી લેતા હોય છે. તો ઘણા વીડિયો એવા પણ હોય છે જે આંખોમાં આંસુઓ પણ લાવી દેતા હોય છે. હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે જેણે ઘણી આંખોને ભીની કરી નાખી છે. કારણે કે આ વીડિયોમાં એક પોલીસ અધિકારીએ જેલમાંથી છૂટેલા 98 વર્ષના દાદા સાથે જે કર્યું તે ખરેખર દિલ જીતી લેનારું હતું.

આપણા દેશની જેલમાં ઘણા લોકો અલગ અલગ ગુન્હા હેઠળ સજા ભોગવી રહ્યા છે અને તેમની આ સજા દરમિયાન તે પોતાના પરિવારથી પણ દૂર રહે છે. જયારે તે જેલમાંથી છૂટતા હોય છે ત્યારે પરિવારજનો તેમને લેવા પણ આવતા હોય છે. તો ઘણા લોકોને કોઈ લેવા નથી આવતું અને પછી તેમનો સહારો પોલીસકર્મીઓ બને છે. આવું જ કંઈક આ વીડિયોમાં પણ જોવા મળ્યું હતું.

ઉત્તર પ્રદેશના મહાનિર્દેશક દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા વિડિયોમાં, અયોધ્યા જેલના જિલ્લા અધિક્ષક શશિકાંત મિશ્રા રામ સુરતને કહી રહ્યા છે કે પોલીસ તેમને તેમના સ્થાને છોડી દેશે. આગળ વીડિયોમાં પોલીસ અધિકારીઓ વૃદ્ધને કારમાં લઈ જતા જોઈ શકાય છે. @DgPrisons દ્વારા ટ્વિટર પર આ વીડિયોને કેપ્શન સાથે શેર કરવામાં આવ્યો હતો, “પરિહત સરિસ ધર્મ નહીં ભાઈ. 98 વર્ષીય શ્રી રામસુરત જીને તેમની મુક્તિ પર લેવા કોઈ આવ્યું ન હતું. અધિક્ષક જિલ્લા જેલ અયોધ્યા શ્રી શશિકાંત મિશ્રા પુત્રવતે તેમની કારમાં તેમને ઘરે મોકલી રહ્યા હતા. ”

મીડિયા રિપોર્ટ અનુસાર જેલ અધિકારીઓએ જણાવ્યું કે રામ સુરતને આઈપીસીની કલમ 452, 323 અને 352 હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. જેલમાંથી છૂટ્યા બાદ તે વ્યક્તિને જેલ સ્ટાફ દ્વારા વિદાય આપવામાં આવી હતી. પોલીસ અધિકારીએ કહ્યું કે 98 વર્ષીય વૃદ્ધની મુક્તિ વખતે તેની સાથે કોઈ નહોતું.

ગુનેગાર રામ સુરત 8 ઓગસ્ટ, 2022ના રોજ મુક્ત થવાનો હતો, પરંતુ 20 મે, 2022 ના રોજ, જાણવા મળ્યું કે તે કોવિડ -19 થી પીડિત હતો અને તેને 90 દિવસ માટે પેરોલ પર મોકલવામાં આવ્યો હતો. ટ્વિટર પર આ વીડિયોને 10 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે અને ઘણી કોમેન્ટ્સ આવી છે.

Niraj Patel