જેલનું નામ સાંભળતા જ લોકોના પસીના છૂટી જતા હોય છે. મગજમાં એક અલગ તસ્વીર આવી જાય છે. હાલમાં જ સોશિયલ મીડીયામાં એક એવી જેલની તસ્વીરો વાયરલ થઇ રહી છે જે જોઈને લોકો હેરાન થઇ ગયા છે. આ તસ્વીરને જોઈને ઘણા લોકો તેની તુલના ઘર સાથે કરી રહ્યા છે તો ઘણા લોકો તેની તુલના હોટેલના રૂમ સાથે કરી રહ્યા છે.

તો ઘણા લોકો આ જેલની વિરુદ્ધમાં પણ નજરે આવી રહ્યા છે. કહેવામાં આવે છે કે, જો આ પ્રકારની જેલ બધી જગ્યા પર બની જાય તો લોકો જાણી જોઈને અપરાધ કરશે. હાલમાં જ ટ્વીટર પર નોર્ડીક દેશો (ડેનમાર્ક, નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ અને આઇસલેન્ડ)ના જેલની તસ્વીર વાયરલ થઇ રહી છે. આ તસ્વીર પહેલી નજરમાં તો આલીશાન હોટેલ જેવી લાગી રહી છે.

‘Darrel Owen’ નામના ટ્વીટર યુઝર્સે સૌથી પહેલા આ આલીશાન જેલ વિષે જાણકારી આપી હતી. આ સાથે જ તેની નોર્ડીક દેશોની જેલની તસ્વીર પણ શેર કરી હતી. આ સાથે જ કેપ્સનમાં લખ્યું હતું કે, જેલની આ તસ્વીર અમેરિકાના સૈન ફ્રાસિસ્કોમાં 2.2 લાખ રૂપિયા પ્રતિ મહિનાના ભાડા પર રહેલા એપાર્ટમેન્ટ જેવી છે.
Nordic prison cells look like $3,000 apartments in San Francisco. pic.twitter.com/vULaJJuNfi
— Darrell ❄ Owens (@IDoTheThinking) December 12, 2020
આ બાદ સ્વીડન અને અમેરિકાના જેલની તસ્વીર શેર કરી કેપ્સનમાં લખ્યું હતું કે, ઈમેજીન કરો કે આવી જેલનું વાતાવરણ કેવું હશે. જણાવી દઈએ કે, આ જેલમાં બધા જ પ્રકારની સુખ સુવિધા છે. જેલની કોટડીમાં હોટેલ જેવી બધી જ સુવિધા છે. જેલની કોટડીમાં લકઝરિયસ ટેબલ અને બેડ પણ છે. આ સિવાય કોમન એરિયામાં ટેલિવિઝન, ટેબલ અને સોફા પણ લાગેલા છે.

આ ટ્વીટ ઝડપથી વાયરલ થઇ રહ્યું છે. લોકો ટ્વીટર પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. તો ઘણા લોકો આ જેલને લઈને નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે. સ્કૂલના વિધાર્થીએ ટ્વીટ કર્યું હતું કે, તેની હોસ્ટેલનો રૂમ પણ આટલો સારો નથી.

ઘણા લોકોએ આ તસ્વીર પર નોર્ડીક દેશની સરાહના કરી છે. તો ઘણા લોકોએ લખ્યું છે કે, કેદીઓને સુધારવા માટે કોઈને અપરાધીની જેમ ટ્રીટ ના કરવા જોઈએ પરંતુ એક માણસની જેમ ટ્રીટ કરવો જોઈએ.
જણાવી દઈએ કે, આ તસ્વીરની પ્રામાણિકતાની પૃષ્ટિ Gujjurocks.in કરતું નથી.