જૂનાગઢ : શાળાના પ્રિન્સિપાલે કરી વિદ્યાર્થીની સાથે કરી ગંદી હરકત, કહ્યુ- ‘તું લેશન નહીં કરે તો ચાલશે અને આ વાત કોઇને નહીં કહેવાની’ 

ગુજરાતમાંથી અવાર નવાર મહિલાઓ સાથે છેડતી અને અત્યાચારના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર આવા કિસ્સાઓ સંબંધોને શર્મશાર કરે તેવા પણ હોય છે, ત્યારે હાલ જૂનાગઢના વેરાવળમાંથી જે કિસ્સો સામે આવ્યો છે તે ગુરુ-શિષ્યના સંબંધને શર્મશાર કરે તેવો છે. માથાસુરીયા ગામની સરકારી શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થિની પર છેડતીનો આરોપ લાગતાં ચકચાર મચી જવા પામી છે. ધોરણ 7માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ પરિવારમાં વાત કરતાં સમગ્ર ઘટના સામે આવી હતી અને તેને પગલે ગ્રામજનોમાં આક્રોશ પણ ફાટી નીકળ્યો હતો. રોષે ભરાયેલા ગ્રામજનોએ આચાર્યને પોલીસને સોંપ્યો હતો.
(તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

ત્યારે પોલીસે પણ આ કેસને લઇને તપાસનો ધમધમાટ આદર્યો છે. ઘટનાની વિગત જોઇએ તો, જૂનાગઢના વેરાવળના માથાસુરીયા ગામમાં કાર્યરત સરકારી પ્રાથમિક શાળામાં અભ્‍યાસ કરતી ધોરણ 7ની એક વિદ્યાર્થિનીનો આચાર્યએ હાથ પકડ્યો હતો અને તેને સીડી તરફ લઇ ગયા બાદ ચોકલેટ આપી કહ્યુ કે, ‘તું લેશન નહીં કરે તો ચાલશે અને આ વાત કોઇને નહીં કહેવાની’ એમ કહીં છેડતી કરી હતી. આ બાબતથી વિદ્યાર્થિની હેબતાઇ ગઇ હતી અને તેણે ઘરે આવી પરિવારને આ વાત જણાવી હતી.

જે બાદ રોષે ભરાયેલા પરિવારે ગામના અગ્રણીઓને આ ઘટનાથી વાકેફ કર્યા અને છેડતીની વાત વાયુવેગે સમગ્ર ગામમાં પ્રસરી જતા રોષે ભરાયેલા ગ્રામજનો મોટી સંખ્‍યામાં શાળાએ પહોંચ્યા હતા. જયાં પહોંચી તેમણે હોબાળો મચાવ્યો હતો. પોલિસને ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ સ્ટાફ સાથે પહોંચી આવ્યા હતા અને આચાર્ય ભરત જારસાનિયાને પોલિસને હવાલે કર્યો હતો. પોલિસે આ મામલે આચાર્ય વિરૂદ્ધ પોક્સોની કલમ 10 અને 18 તથા આઇપીસી કલમ 354 અ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શાળામાં વિદ્યાર્થિનિની છેડતીની ઘટનાને લઇ ગામ સહિત પંથકમાં ચકચાર સાથે આચાર્ય પર લોકો ફીટકારની લાગણી વરસાવી રહ્યા છે. આચાર્ય બે દિવસથી વિઘાર્થિનીની છેડતી કરી રહ્યો હતો અને તેને લઇ વાલી અને ગ્રામજનો શાળાએ પહોંચતા આચાર્યએ ભુલ સ્‍વીકારી માફી પત્ર લખ્યો અને સમાઘાન કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. ત્યારે શાળામાં અભ્‍યાસ કરી રહેલ બીજી દસેક વિઘાર્થિનીઓએ પણ આચાર્ય તેની સાથે છેડતી જેવું કૃત્‍યુ કાયમી કરતો હોવાનું જણાવી ચોઘાર આસુઓએ રડવા લાગી હતી.

Shah Jina