મિટિંગ પછી જમવા માટે ગયેલા સરકારી શાળાના શિક્ષકો જમવાની પ્લેટને લઈને એક બીજા સાથે બાખડી પડ્યા, જુઓ ઘટનાનો વીડિયો

શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે લુધિયાણાના એક વૈભવી રિસોર્ટમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની અધ્યક્ષતામાં શિક્ષકોની બેઠક યોજાઈ હતી. મીટીંગ બાદ સરકારી શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષકો વચ્ચે મધ્યાહન ભોજનની પ્લેટ લેવા બાબતે બોલાચાલી થઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

શિક્ષણ વિભાગે સમગ્ર રાજ્યમાં 2,600થી વધુ શાળાના વડાઓ અને જિલ્લા શિક્ષણ અધિકારીઓની બેઠક બોલાવી હતી. વિભાગે તેમના પરિવહન માટે 57 વાતાનુકૂલિત બસોની વ્યવસ્થા કરી હતી. શિક્ષણ મંત્રી ગુરમીત સિંહ મીત હેરે જણાવ્યું હતું કે નીતિ બનાવીને શિક્ષણ વ્યવસ્થામાં સુધારો કરવા શિક્ષકોના સૂચનો સાંભળવા માટે આ બેઠક બોલાવવામાં આવી છે.

મીટિંગ પછી શિક્ષકો બપોરના ભોજનની પ્લેટ લેવા બાબતે હંગામો મચાવતા કેમેરામાં કેદ થયા હતા. હવે આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર વાતાવરણ ગરમાયું છે. શાળાના આચાર્યોને તેમના કૌશલ્યોને વધુ નિખારવા માટે વિદેશ મોકલવાની જાહેરાત કરવા બદલ મુખ્યમંત્રીની ઝાટકણી કાઢતા, એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, “તેમને શીખવવાની તાલીમ માટે વિદેશ મોકલવાને બદલે, સરકારે પહેલા તેમને વ્યક્તિત્વ કૌશલ્યના વર્ગો આપવા જોઈએ. આવતીકાલે શિક્ષકોની મીટિંગ પછી બેશરમ લંચ બ્રેક. સીએમ ભગવંત માન.

તો અન્ય એક ટ્વિટમાં લખવામાં આવ્યું કે તેઓ ઘણા દિવસોથી ભૂખ્યા હોય તેવું લાગે છે અથવા કદાચ મફતનું લંચ છોડવા ના માંગતા હોય. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો અલગ અલગ પ્રકારની ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે, ઘણા લોકો એમ પણ કહી રહ્યા છે કે જો શિક્ષકો જ આવા હોય તો તે વિધાર્થીઓને શું શીખવશે ?

Niraj Patel