આજના સમયમાં દરેક કોઈ મોબાઈલ ફોનના આદતી બની ગયા છે. મોટાભાગના સમયમાં લોકો પોતાના મોબાઇલમાં વ્યસ્ત જોવા મળે છે. એવામાં કર્ણાટકની એક કોલેજના આચાર્ય આ વાતથી એટલા નારાજ થઇ ગયા કે તેણે ક્લાસરૂમમાંથી દરેક વિદ્યાર્થીઓના મોબાઈલ ફોન જપ્ત કરી લીધા અને હથોડાથી તોડી નાખ્યા.

કર્ણાટકના એમઈએસ ચૈતન્ય પિયુ કોલેજના આચાર્ય ક્લાસરૂમમાં લેક્ચરના સમયે પણ વિદ્યાર્થીઓના મોબાઈલ ઉપીયોગ કરવાને લીધે દુઃખી થઇ ગયા હતા, તેમણે બાળકોને ઘણીવાર ચેતવણી પણ આપી હતી કે જો કોઈ વિદ્યાર્થી ક્લાસમાં લેક્ચરના સમયે મોબાઇલનો ઉપીયોગ કરતો જોવા મળશે તો તે વિદ્યાર્થીનો મોબાઈલ તોડી નાખવામાં આવશે.

તેમ છતાં પણ વિદ્યાર્થીઓ લેક્ચરના સમયે પણ પોતાના મોબાઇલમાં વ્યસ્ત રહેતા હતા. આ બધું જોઈને આચાર્યને એટલો ગુસ્સો આવ્યો કે તેમણે તરત જ હથોડો મંગાવ્યો અને દરેક વિદ્યાર્થીઓના ફોન તોડી નાખ્યા. એવામાં આ ઘટના સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ રહી છે.

એવામાં કોલેજના અધિકારીઓએ પોતાના મંતવ્યમાં કહ્યું કે, લેક્ચરના દરમિયાન પણ વિદ્યાર્થીઓ એકબીજા સાથે ચૈટ કરવા માટે મોબાઈલનો ઉપીયોગ કરતા હતા જેને લીધે આવો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોલેજના અધિકારીઓ દ્વારા અચાનક જ ચેકીંગ કરવાના સમયે વિદ્યાર્થીઓ પાસેથી 16 મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા હતા. જેના પછી દરેક વિદ્યાર્થીઓને કોલેજના હોલમાં એકઠા થવાનું કહેવામાં આવ્યું જેના પછી કોલેજના આચાર્ય પહોંચ્યા અને દરેક વિદ્યાર્થીઓના જપ્ત કરેલા મોબાઇલ હથોડા વડે તોડી નાખ્યા.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks