ખબર

બિગ બોસ ફેમ પ્રિન્સ નરુલા પર તૂટ્યો દુઃખોનો પહાડ, એક ઘટનામાં થયું ભાઈનું કેનેડામાં નિધન

બિગ બોસ 9ના વિજેતા રહી ચૂકેલા પ્રિન્સ નરુલાએ પોતાના પરિવારના એક સભ્યને ગુમાવી દીધા. ખબરો અનુસાર, પ્રિન્સના કેનેડામાં રહેતા કઝીન રૂપેશ ઉર્ફે રુબી નરુલાનું સોમવારે સવારે એક ઘટનાનો શિકાર બન્યા અને તેમનું મૃત્યુ થયું. પ્રિન્સ નરુલા પોતાના પરિવારના સભ્યને ગુમાવવાથી ખૂબ જ દુઃખી છે. જાણકારી અનુસાર, કેનેડામાં રહેતા રૂપેશ નરુલાયાનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું છે.

Image Source

ખબરો અનુસાર, રુપેશનું નિધન સોમવારે સવારે ત્યારે થયું, જયારે એ ટોરંટોમાં સ્કાર્બોરો સ્થિત બ્લફર્સ પાર્કમાં કેનેડા દિવસ મનાવાય રહયા હતા. જાણકારી અનુસાર, તેઓ પોતાના મિત્રો સાથે ત્યાં કેનેડા દિવસ ઉજવવા ગયા હતા, ત્યારે જ તેઓ નદીના વહેણમાં વહી ગયા અને કમનસીબે તેમને તરતા આવડતું ન હતું. રૂપેશના લગ્ન હજુ 3 મહિના પહેલા જ થયા હતા. તેમની પત્ની તેમને જુલાઈમાં મળવાની હતી.

પ્રિન્સને જયારે આ દુઃખદ સમાચાર મળ્યા ત્યારે તેઓ પત્ની યુવિકા ચૌધરી સાથે ડાન્સિંગ રિયાલિટી શો નાચ બલિયે 9નું શૂટિંગ કરી રહયા હતા. આ સમાચાર મળતા જ તેઓ ભાવુક થઇ ગયા હતા અને સેટ પર દર્શકોને આ જાણકારી આપી હતી. આ પછી તે પોતાની પત્ની સાથે રૂપેશના અંતિમ સંસ્કાર માટે કેનેડા જવા રવાના થઇ ગયા હતા.

28 વર્ષીય પ્રિન્સ રોડીઝ એક્સ 2, સ્પ્લિટ્સ વિલા 8 અને બિગ બોસ સીઝન 9 જેવા શોના વિજેતા રહી ચુક્યા છે. તેમને ટીવી સિરિયલ બઢો બહુ, લાલ ઇશ્ક, અને નાગિન 3માં પણ કામ કર્યું છે. પ્રિન્સ અને યુવીકાના નવા રિયાલિટી શો નાચ બલિયે 9નું પ્રીમિયર 20 જુલાઈથી થશે. આ શોને સલમાન ખાન પ્રોડ્યુસ કરી રહયા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks