આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવા પહેલા વડાપ્રધાન છે જે પોતાના આવાસમાં એકલા રહે છે. પરિવારનું કોઈ પણ વ્યક્તિ તેમની સાથે નથી રહેતું. આ પહેલા નરસિમ્હા રાવ, મોરારજી દેસાઈ વગેરેના પરિવારના કોઈને કોઈ સભ્યો તો તેમની સાથે રહેતા જ હતા. પરંતુ પીએમ મોદી સાથે એવું નથી. પોતાના આવાસમાં પીએમ મોદી એકલા જ રહે છે. પરંતુ હવે સવાલ એ થાય છે કે તેઓ રહે ક્યાં છે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7, રેસકોર્સ રોડ પર રહે છે, જેને હવે લોકકલ્યાણ માર્ગ કહેવાય છે. 12 એકરમાં ફેલાયેલા આ પરિસરમાં એક નહિ પણ પણ 6 બંગલો છે, અને તેમના નંબર એક છોડીને એક એટલે કે 1,3,5,7,9 અને 11 છે. આ પરિસરમાં વડાપ્રધાન મોદી એકલા રહે છે.

અશોકા હોટલની બાજુમાંથી પીએમના બંગલામાં દાખલ થવાનો રસ્તો છે. સૌથી પહેલા 9 નંબરનો બંગલો આવે છે. અહીં સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) રહે છે. તેઓ જ મહેમાનની આગેવાની કરે છે અને મહેમાનની કાર બાજુમાં મુકાવીને ઓળખ અને બીજી વિગતોવાળા રજીસ્ટર પર સહી કરાવીને પોતાની ગાડીમાં બેસાડીને અંદર મૂકી જાય છે.
આ પછી આવે છે બંગલા નંબર 7, એના જ નામ પર પીએમના ઘરને 7, રેસકોર્સ રોડ કહેવાતું હતું. આનો ઉપયોગ ઘરની અંદર ઓફિસ માટે થાય છે. અધિકારીઓ, નેતા, જે રાયસણ હિલ્સ સ્થિત કેન્દ્રીય સચિવાલયના સાઉથ બ્લોક સ્થિત ઓફિસમાં નથી મળી શકતા, એ ઘરની ઓફિસમાં મળવા બોલાવવામાં આવે છે.

આ પછી કરીએ બંગલા નંબર 5 વિશે વાત, તો વડાપ્રધાન મોદી અહીં રહે છે. પરંતુ મનમોહન સિંહ અહીં રહેતા ન હતા. તેઓ 3 નંબરના બંગલામાં રહેતા હતા, જે હવે ગેસ્ટ હાઉસ છે, જ્યા વડાપ્રધાનના મહેમાનો રહે છે. એ સમયે મનમોહન સિંહના મહેમાનો 5 નંબરમાં રહેતા હતા એટલે કે એ સમયે આ બંગલો ગેસ્ટહાઉસ હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘર અને ગેસ્ટહાઉસની અદલાબદલી કરી દીધી છે.

બંગલા નંબર 1ના કમ્પાઉન્ડમાં હેલિપેડ પણ છે. જયારે વડાપ્રધાન મોદીને હેલીકૉપટરથી કશે જવાનુ હોય ત્યારે તેઓ અહીંથી જ સવારી કરતા હોય છે. બંગલા નંબર 11ને સુરક્ષાના કારણોસર પીએમ બંગલા કોમ્પ્લેક્સમાં સામેલ કરી દેવામાં આવ્યો છે. જેનો મિક્સ વપરાશ થાય છે.

કદાચ હવે આપણને એવો વિચાર આવશે કે આ આ બંગલો ખૂબ જ મોટા હશે. પણ ના, આ બંગલા એટલા મોટા નથી. આ બંગલાઓમાં બે બેડરૂમ, એક રૂમ અને એના સિવાય એક ડાઇનિંગ રૂમ અને એક ડ્રોઈંગ રૂમ છે. આ ડ્રોઈંગ રૂમમાં એક સાથે 30 લોકો બેસી શકે છે. ૭, રેસકોર્સ રોડમાં લગભગ ૨ કિમી લાંબી એક ટનલ પણ છે, જે પ્રધાનમંત્રી આવાસને સફદરજંગ એરપોર્ટ સાથે જોડે છે. આ ટનલનું કામ વર્ષ ૨૦૧૦માં શરુ થયું હતું અને આ બનીને જુલાઈ ૨૦૧૪માં તૈયાર થઇ હતી. આનો ઉપયોગ કરનાર પહેલા વડાપ્રધાન મોદી જ છે. આ ટનલ દ્વારા જ વડાપ્રધાન મોદી એરપોર્ટ પહોંચે છે.

સફદરજંગ એરપોર્ટ પહોંચવા માટે વડાપ્રધાન મોદી આ ટનલ દ્વારા જમીનમાંથી જ આવી-જઈ શકે છે. આ તનલને બનાવવાનો હેતુ એ જ હતો કે રસ્તા પર વડાપ્રધાનની અવરજવરથી લોકોને ઓછી તકલીફ થાય.
પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનું આવાસ એક સફદરજંગ રોડ છે, જ્યા તેમની હત્યા કરી દેવામાં આવી હતી. હવે એ જગ્યા મ્યુઝિયમ બનાવી દેવામાં આવી છે. આ પછી પીએમ માટે સુરક્ષિત જગ્યા તરીકે 7, રેસકોર્સ રોડને પસંદ કરવામાં આવ્યું.

આ આવાસમાં રહેવાવાળા પહેલા પ્રધાનમંત્રી રાજીવ ગાંધી હતા, જે વર્ષ 1984માં અહીં આવ્યા હતા. પ્રધાનમંત્રી આવાસના બંગલાનો નકશો રોબર્ટ ટોર રસેલે બનાવ્યો હતો. રસેલ 1920 અને 1930ના દશકમાં નવી દિલ્હીનો નકશો તૈયાર કરી રહેલા બ્રિટિશ વાસ્તુકાર એડવિન લુટિયનની ટીમનો ભાગ હતા. પ્રધાનમંત્રી વીપી સિંહના કાર્યકાળ દરમ્યાન આને સરકારી નિવાસ બનાવવામાં આવ્યું હતું. આ પહેલા પ્રધાનમંત્રી સાંસદ તરીકે આપવામાં આવતા બંગલામાં રહેતા હતા.

7, રેસકોર્સ રોડની ખાસ વાત છે આની બનાવટ અને હરિયાળી. જે સમયે 7, રેસકોર્સ રોડને પીએમ હાઉસ માટે પસંદ કરવામાં આવ્યું હતું, એ સમયે આ બંગલોને તૈયાર કરવા માટેનું કામ ઇન્ટિરિયર ડિઝાઈનર અને પુરાતન સ્થાપત્યમાં ફરીથી જીવ નાખવામાં કાબેલ સુનિતા કોહલીને સોંપવામાં આવ્યું હતું. વર્ષ 2005માં સુનીતા કોહલીએ બંગલા નંબર 5માં પણ બદલાવ કર્યા હતા.
પીએમ નિવાસમાં એક ખૂબ જ મોટો બગીચો છે. અહીં મોટી સંખ્યામાં ગુલમહોર, સેમલ અને અર્જુનના વૃક્ષ લાગેલા છે. બગીચાની શોભા વધારવા માટે મોર સહીત ઘણા પક્ષીઓને પણ અહીં રાખવામાં આવ્યા છે. શિયાળાના તડકામાં અહીં બેસવાનું ખૂબ જ સારું લાગે છે.

7, રેસકોર્સ રોડની સુરક્ષા એટલી કડક છે, વડાપ્રધાનના સંબંધીઓને પણ અહીંથી સુરક્ષા પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. વડાપ્રધાનના પર્સનલ સેક્રેટરી એસપીજીને પહેલેથી આવનારા લોકોની યાદી આપી દે છે, જે લોકોનું નામ આ યાદીમાં હોય છે એ લોકોને જ વડાપ્રધાન સાથે મુલાકાત કરવાની અનુમતિ હોય છે. વડાપ્રધાનને મળવા માટે ઓળખપત્રનું સાથે હોવું ખૂબ જ જરૂરી છે.
પ્રધાનમંત્રી આવાસ એકમાત્ર એવું આવાસ છે કે જેની સુરક્ષા એસપીજી કરે છે. અહીંની સુરક્ષાનો અંદાજો એ વાતથી પણ લગાવી શકાય છે કે તેની નજીકમાં હોટલ સમ્રાટ આવી છે, જેના ટોપ-4 માળ સરકારે લઈને રાખ્યા છે. આ આખો વિસ્તાર નો-ફલાય ઝોન છે. અહીં પોતાનું પાવર સ્ટેશન છે. આ સિવાય એમ્સના ડોક્ટર અને નર્સ અહીં 24 કલાક હાજર રહે છે. એક એમ્બ્યુલન્સ, 6 બીએમડબ્લ્યુ કાર હંમેશા વડાપ્રધાનની ગાડીઓના કાફલા સાથે ચાલે છે.

પ્રધાનમંત્રી આવાસમાં ફિલ્મ જોવાની વ્યવસ્થા પણ છે. વર્ષ 2006માં લાગે રહો મુન્નાભાઈ ફિલ્મની પ્રાઇવેટ સ્ક્રીનિંગ થઇ હતી, એ પછી તારે જમીન પર અને પીપલી લાઈવ ફિલ્મનું સ્ક્રીનિંગ પણ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી આવાસમાં કામ કરવાવાળા લોકોમાં સચિવ કર્મચારીઓ સિવાય 50 માળી, પટ્ટાવાળા અને ઇલેક્ટ્રિશિયનનો સમાવેશ થાય છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.