PM મોદીએ સાંસદો સાથે નિહાળી ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ, નિર્માતાઓને અભિનંદન પાઠવ્યા; જુઓ તસવીરો

15 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલિઝ થયેલી ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ની દર્શકોની સાથેસાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ પ્રશંસા કરી છે. આજે વડાપ્રધાને NDAના સાંસદો સાથે આ ફિલ્મ નિહાળી. સંસદભવનની લાઈબ્રેરી બિલ્ડીંગમાં આ ફિલ્મનું સ્પેશ્યિલ સ્ક્રિનિંગ રાખવામાં આવ્યુ હતુ.

વડાપ્રધાન મોદી આ અગાઉ પણ તેમના X હેન્ડલ પર આ ફિલ્મની પ્રશંસા કરી ચુક્યા છે. જેમાં તેમણે કહ્યુ હતુ કે, ફેક નેરેટિવ લાંબુ નથી ચાલતુ, એક સમયે તો સત્ય બહાર આવી જ જાય છે. સંસદ ભવનની લાઈબ્રેરીમાં આ ફિલ્મનું સ્પેશ્યિલ સ્ક્રિનિંગ રાખવામાં આવ્યુ હતુ. જેમા PM મોદી અને NDAના તમામ સહયોગી દળોના સાંસદોએ ફિલ્મની તમામ સ્ટાર કાસ્ટ સાથે આ ફિલ્મ નિહાળી હતી. ફિલ્મ જોયા બાદ PM મોદીએ ફિલ્મના નિર્માતાઓને બિરદાવ્યા અને ફિલ્મ માટે અભિનંદન પણ પાઠવ્યા. આ સ્પેશ્યિલ સ્ક્રિનિંગ સમયે ફિલ્મની ટીમ, પ્રોડ્યુસર એક્તા કપૂર, ડાયરેક્ટર ધીરજ સરના, એક્ટર વિક્રાંત મૈસી, રિદ્ધિ ડોગરા, રાશી ખન્ના સહિતના ઉપસ્થિત હતા. એક્તા કપૂરના પિતા અને સિનિયર એક્ટર જીતેન્દ્ર પણ આ સ્પેશ્યિલ સ્ક્રિંનિંગમાં સામેલ થયા હતા.

વિક્રાંત મેસી થયા ભાવુક

આ સ્પેશ્યિલ સ્ક્રિનિંગ બાદ એક્ટર વિક્રાંત મેસીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે. પીએમ મોદી સાથે ફિલ્મ જોવાનો અવસર મળવો એ તેની જિંદગીઓનો સૌથી હાઈએસ્ટ પોઈન્ટ છે. તેમણે કહ્યુ કે, તે તેની ખુશીને આજે શબ્દોમાં વ્યક્ત કરી નથી શક્તા. પીએમ મોદી અને કેબિનેટના સદસ્યો સાથે ફિલ્મ જોયા બાદ વિક્રાંત મેસીના ચહેરાની ખુશી કંઈક અલગ જ હતી. જો કે તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી રિટાયરમેન્ટ પર પૂછાયેલા સવાલોને ઈગ્નોર કર્યા.

આ અગાઉ પીએમ મોદીએ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મની પ્રશંસામાં X પર પોસ્ટ શેર કરી હતી. તેમની પોસ્ટમાં પીએમએ લખ્યુ હતુ કે ઘણુ સરસ રીતે કહેવાયુ છે. આ સારી વાત છે કે સત્ય સામે આવી રહ્યુ છે અને એ પણ એ રીતે જેને આમ આદમી જોઈ શકે. જુઠ, અસત્ય થોડા સમય માટે તો દુનિયાની સામે રહી શકે છે પરંતુ અંતે સત્ય સામે આવી જ જાય છે.

અનેક રાજ્યોમાં ફિલ્મને કરાઈ છે ટેક્સ ફ્રી

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને પીએમ નરેન્દ્ર મોદી પહેલા ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ જોઈ હતી. એટલુ જ નહીં ફિલ્મ જોયા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પહેલી મુલાકાત એક્ટર વિક્રાંત મેસી સાથે થઈ હતી. વિક્રાંત, સીએમ યોગીને મળવા તેમની લખનઉ ઓફિસે ગયા હતા. આ ફિલ્મને એમપી, યુપી, ગુજરાત અને ઉત્તરાખંડમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે.

બોક્સ ઓફિસ પર ‘ધ સાબરમતી રિપોર્ટ’નો જાદુ યથાવત

ફિલ્મ રિલિઝના 18 દિવસ બાદ પણ તેનો જાદુ બોક્સ ઓફિસ પર યથાવત છે. અત્યાર સુધીમાં આ ફિલ્મે 28 કરોડનું કલેક્શન કરી લીધુ છે. તેની એક દિવસની કમાણી 1.25 કરોડ રૂપિયા હતી. જે એક્ટર વિક્રાંત મેસીના કરિયરની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

Twinkle