ખબર

પીએમ મોદીએ પ્રયાગરાજમાં સફાઈ કર્મચારીઓના પગ ધોઈને કર્યા સન્માનિત

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળાની મુલાકાત લીધી હતી. જ્યા તેમને ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવીને મંત્રોચ્ચાર કરીને પૂજા અર્ચના પણ કરી હતી. સાથે જ તેમને સંગમમાં દુગ્ધાભિષેક પણ કર્યો.

આ પછી વડાપ્રધાન મોદીએ અહીંના સફાઈ કર્મચારીઓને સન્માનિત કર્યા. આટલું જ નહિ વડાપ્રધાન મોદીએ સફાઈ કર્મચારીઓના પગ પણ ધોયા. જણાવી દઈએ કે આ એ લોકો છે જેમને કુંભના આયોજનમાં મહત્વપૂણ યોગદાન આપ્યું છે. મોદીજીએ સફાઈ કર્મચારીઓના પગ ધોઈને લુંછીને પછી તેમને એક શાલ પણ ભેટ આપી હતી. દરમ્યાન મોદીજીએ તેમના હાલચાલ પણ પૂછયા હતા અને કુંભમાં સ્વચ્છતાની વ્યવસ્થા જોઈને તેમનો આભાર પણ માન્યો હતો.

આ પછી વડાપ્રધાન મોદી સ્વચ્છ કુંભ સ્વચ્છ આભારમાં પહોંચ્યા. મોદીજીએ અહીં લોકોને સંબોધિત કર્યા. આ દરમ્યાન વડાપ્રધાન મોદીએ કહ્યું, “પ્રયાગની ભૂમિ પર આવીને હું પોતાની જાતને ધન્ય મહેસૂસ કરી રહ્યો છું. આ વખતે સંગમમાં પવિત્ર સ્નાન કરવાની તક મળી. પ્રયાગરાજનું તપ અને તપ સાથે આ નગરીનો જૂનો સંબંધ રહ્યો છે. કુંભમાં હઠ યોગી, તપ યોગી અને મંત્ર યોગી પણ છે અને તેમની સાથે મારા કર્મયોગી પણ છે.આ કર્મયોગીઓ એ લોકો છે કે જે દિવસ રાત મહેનત કરીને કુંભમાં સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. આ કર્મયોગીઓમાં નાવિક પણ છે. આ કર્મયોગીઓમાં સ્થાનિક નિવાસીઓ પણ છે. કુંભના કર્મચારીઓમાં સ્વચ્છતા સાથે સંકળાયેલા સ્વચ્છ કર્મચારીઓનો સમાવેશ થાય છે. તેઓએ સ્વચ્છતાને વિશ્વભરમાં ચર્ચાનો વિષય બનાવ્યો છે.”નરેન્દ્ર મોદીએ કહ્યું, “દરેક વ્યક્તિના જીવનમાં આવી ઘણી પળો આવે છે, જે અવિસ્મરણીય હોય છે. આજે, મારા જીવનમાં પણ એક એવી જ ક્ષણ આવી છે, જે સ્વચ્છાગ્રહીઓના મેં પગ ધોયા છે, એ ક્ષણ આજીવન મારી સાથે રહેશે.”

આ સફાઈ કર્મચારીઓની સ્વચ્છ કુંભમાં મહત્વની ભૂમિકા રહી છે. કુંભ દરમ્યાન લગભગ 22,000 સફાઈ કર્મચારીઓ ફરજ બજાવી રહયા છે, અને અત્યાર સુધીમાં 20 કરોડ 54 લાખ લોકો કુંભમાં સ્નાન કરી રહયા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.