કૌશલ બારડ ખબર લેખકની કલમે

ચક્રવ્યૂહ ફોર્મેશનમાં બનેલા 26,000 ભારતીય સૈનિકોના સ્મારકનું વડાપ્રધાને કર્યું લોકાપર્ણ, જાણો દેશના પ્રથમ યુધ્ધ સ્મારક વિશેની રોચક વાતો

તારીખ ૨૫ ફેબ્રુઆરી, 2019 ને સોમવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દિલ્હીના ઇન્ડીયા ગેટ પાસે દેશના સર્વપ્રથમ રાષ્ટ્રીય યુધ્ધ સ્મારકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ Nation War Memorial એટલા માટે ખાસ છે કે, અહીં દેશ માટે મરી ફીટનાર 24,942 અમર જવાનોના નામ પત્થર પર કોતરવામાં આવ્યાં છે: મતલબ કે લગભગ છવ્વીસ હજાર હુતાત્માઓના ભારત પ્રત્યેના બલિદાનની આ ખાંભી છે!અહીં જાણી લો આ નેશનલ વાર મેમોરીયલ વિશેની એ બધી વાતો એકદમ ટૂંકમાં અને સચોટ રીતે વિશે જ્ઞાન હોવું જરૂરી છે :

40 એકરમાં ફેલાયેલું છે આ સ્મારક –

1971ના યુધ્ધમાં પાકિસ્તાનનાં બે ફાડિયાં થયાં હતાં. જે યુધ્ધમાં બલિદાન આપનાર જવાનો માટે ઇન્ડિયા ગેટ પર ‘અમર જવાન જ્યોતિ’નું નિર્માણ થયું છે અને અહીં આજે પણ અખંડ દીપ પ્રાગટ્યમાન છે. નેશનલ વાર મેમોરીયલ પણ આ જ પરિસરમાં સ્થિત થયું છે. 1947ની આઝાદી પછીના પાકિસ્તાનના યુધ્ધથી લઈને 1962નું ઇન્ડો-ચાઇના વાર, 1965-1971ના અને 1999ના પાકિસ્તાન સામેના કારગિલ યુધ્ધમાં; તદ્દોપરાંત, સંયુક્ત રાષ્ટ્રના ઓપરેશનમાં શહિદ થયેલા કુલ ૨૫,૯૪૨ ભારતીય જવાનો પ્રતિ આ સ્મારક સમર્પિત છે. 40 એકરમાં ફેલાયેલા આ સ્મારકને બનાવવા પાછળ લગભગ 176 કરોડનો ખર્ચો થયો હતો.સ્પર્ધા દ્વારા નક્કી થઈ હતી ડિઝાઇન –

આ સ્મારકની ડિઝાઇન માટે નેશનલ લેવલની કોમ્પીટીશનનું આયોજન થયું હતું. ‘ચક્રવ્યૂહ’ પરથી પ્રેરાયેલી આ સ્મારકની મુખ્ય સંરચના ચાર ચક્રો દ્વારા બનેલી છે, જેમાંનું દરેક ચક્ર અલગ-અલગ ભારતીય સશસ્ત્ર બળોની વિરતાનું પ્રતિક છે. સ્મારકમાં કુલ ચાર ગોળાકાર પરિસર છે. વચ્ચે ઊંચો સ્તંભ છે, જેની નીચે અખંડ જ્યોત બળતી રહેશે, જેવી રીતે અમર જવાન જ્યોતિ પ્રજ્વલિત છે તેમ. આર્ટીફિશિયલ લાઇટિંગ અને વોકિંગ પ્લાઝા જેવી સુવિધાઓથી આ સ્મારકની રોનક ઝળહળી ઉઠે છે. છવ્વીસ હજાર સૈનિકોના નામો સહિત અહીં પરમવીર ચક્ર વિજેતા 21 મહારથીઓના પૂતળાં પણ મૂકવામાં આવ્યાં છે.મુલાકાત લેવાનો કોઈ ચાર્જ નથી –

નેશનલ વોર મેમોરિયલની અંદર નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવે છે. થોડી શરતમાત્ર સમયની પાબંદી ઉપર છે. આ મેમોરિયલ ઓક્ટોબરથી એપ્રિલ સુધી સવારના 9 વાગ્યાથી સાંજના 7.30 સુધી ખુલ્લું રહેશે, જ્યારે નવેમ્બરથી માર્ચ સુધી સાંજે એક કલાક વહેલું બંધ થઈ જશે. આમ તો કોઈ પણ દિવસે અહીં જઈ શકાશે. પણ હા, જો કોઈ વિશેષ અવસર હોય તો કદાચ જવા દેવામાં ના પણ આવે. ભારતીય સેનાની ત્રણેય પાંખના મોટા કાર્યક્રમો હવે અહી યોજાશે.1960માં થઈ હતી રજૂઆત –

તમને કદાચ જાણીને આશ્વર્ય થશે કે, યુધ્ધ સ્મારક બનાવવાની માંગણી ભારતીય સેનાએ છેક 1960માં કરી હતી. પરંતુ વિવિધ કારણોસર એ સ્વપ્ન છેક હાલ સાકાર થયું. 2014ના લોકસભા ચૂંટણી વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય યુધ્ધ સ્મારક બનાવવાનું વચન આપેલ, જેને સત્તામાં આવ્યાંના એક વર્ષે સંસદમાં મંજૂરી મળી અને હાલ 25 ફેબ્રુઆરી, 2019ના રોજ રાષ્ટ્રના લોકો માટે તેને ખુલ્લું મુકાયું.આઝાદીથી લઈને અત્યાર સુધીમાં ભારતમાતા માટે કોણ-કોણ નરવાહનો ખપી ગયા એની લગભગ સંપૂર્ણયાદી અહીં જોવા મળશે એ વાત થોડી જ કોઈ જેવી-તેવી છે? 25,942નો આંકડો છે! આ માત્ર પથ્થર પર કોતરાયેલા નામો નથી, આ તો એ પાળિયાઓએ છે જે માતૃરક્ષા અર્થે દુષ્યોના પાડો સામે આડાં બનીને ઉભા રહ્યા હતા! લગભગ દરેક દેશ પાસે આવું સ્મારક છે જ. પ્રથમ વિશ્વયુધ્ધમાં અને અફઘાનીસ્તાન સામેની યુધ્ધમાં પારકે મલકે તાગડધીન્ના કરનારા અંગ્રેજોની ફોજમાં 84,000 હજાર ભારતીય સૈનિકો કામ આવી ગયેલા! આ ખરેખર આજે કલ્પનાતીત લાગતો આંકડો છે. પણ તેની સાબિતી આપતો ઇન્ડીયા ગેટ ઉભો છે, જે આ જવાનોના જ માનમાં અંગ્રેજોએ ઉભો કરેલો. (જો કે, એવું કદાપિ માનવું નહી કે આ રીતે અંગ્રેજોએ ઉપકાર કરેલો. અવનવી રીતે એમણે અભણ ભારતીયોને યુધ્ધમાં સંમેલિત કરેલા અને અમુકના તો પરિવારને ખબર સુધ્ધાં નહોતી રહી કે આટલાં વર્ષોથી આ કાળમૂઆ અમારા મોભને લઈ ક્યાં ગયા છે?! ઇન્ડીયા ગેટ એ પારકે કાજ મરી ગયેલા છતાં ભારતીય ખમીરની જીવતી-જાગતી વિરાસતના મશાલચી જવાનોની અસ્મિતા છે.)નેશનલ વોર મેમોરિયલની મુલાકાત એકવાર તો જરૂર લીધાં જેવી છે. આપણે જાણી તો શકીએ ને આપણા રખેવાળોને! અને હા, જો તમારે જે-તે શહિદનું નામ સ્મારકમાં ક્યાં કોતરાયેલું છે તે જોવું હોય તો એના માટે પણ ટૂંક સમયમાં વેબસાઇટ લોન્ચ થવાની છે. જેમાં સર્ચ મારીને તમે ચોક્કસ નામ પણ જોઈ શકવાના છો.છલ્લે વાંચતા જાવ ‘સમબડીઝ ડાર્લીંગ’ના મેઘાણીએ કરેલા ‘કોઈનો લાડકવાયો’ના અનુવાદની એક કડી :

એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,
એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી;

લખજો: ‘ખાક પડી આંહી
કોઇના લાડકવાયાની!’

“જય જવાન, વંદે માતરમ્ !”

શેર જરૂર કરજો આ ગૌરવપૂર્ણ વાતને!

લેખક – કૌશલ બારડ

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.