વિદ્યાર્થીનીને ગણતરી ના આવડી તો સરકારી શાળાના શિક્ષકે કરી દીધો લાફાનો વરસાદ, વીડિયો વાયરલ થતા જ લેવાયું એક્શન, મળી આ સજા, જુઓ

શાળાની અંદર બાળકોને માર મારવો એ ગુન્હો માનવામાં આવે છે. વળી આજે સોશિયલ મીડિયાનો જમાનો છે અને આવી ઘટનાઓ કેમેરામાં કેદ પણ થઇ જતી હોય છે અને તેના વીડિયો સામે આવતા જ શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે, છેલ્લા થોડા સમયમાં સરકારી શાળાના શિક્ષકોના ઘણા વીડિયો સામે આવ્યા છે, ત્યારે હાલ વધુ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક શિક્ષક વિદ્યાર્થિનીને માર મારતો જોવા મળી રહ્યો છે.આ ઘટના મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાંથી સામે આવી છે. જ્યા એક માસૂમ બાળકી ગણતરી બરાબર બોલી શકતી ન હતી ત્યારે શિક્ષકે તેને ભણાવવાને બદલે બેરહેમીથી માર માર્યો હતો.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. વીડિયો વાયરલ થતા જ લોકો દ્વારા પણ શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી પણ કરવામાં આવી હતી.વાયરલ વીડિયોમાં શિક્ષક માસૂમ વિદ્યાર્થીનીને સતત થપ્પડ મારતો જોવા મળે છે. આ મામલાની ફરિયાદ બાદ શિક્ષણ વિભાગે શિક્ષક જેકે મોગરાને સસ્પેન્ડ કરી દીધા છે. મળતી માહિતી મુજબ મામલો જાવરા તાલુકાના મમતખેડા ગામની પ્રાથમિક શાળાનો છે.


જાણવામાં આવી રહ્યું છે કે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) કેસી શર્માને ફરિયાદ મળી હતી કે પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 5 સુધીની વિદ્યાર્થીનીઓ શિક્ષકને મારવાના ડરથી શાળાએ જતી નથી.આ ઉપરાંત મમતાખેડાની સરકારી પ્રાથમિક શાળામાં શનિવારે એક શિક્ષક દ્વારા એક વિદ્યાર્થીનીને નિર્દયતાથી માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ શિક્ષક જે.કે. મોગરા સામે તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ ફરિયાદ બાદ શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. માર મારવાની ઘટના ગુરુવારની જણાવવામાં આવી રહી છે, જ્યારે વીડિયો શનિવારે સામે આવ્યો હતો.

આ ઉપરાંત ગુરુવારે જ અન્ય એક વીડિયોમાં એક શિક્ષક અન્ય કેટલીક છોકરીઓને થપ્પડ મારતો પણ જોવા મળ્યો હતો. જ્યારે શિક્ષક વિદ્યાર્થીનીઓને થપ્પડ મારી રહ્યા હતા ત્યારે કોઈએ તેમનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો. પીડિત વિદ્યાર્થીએ કહ્યું કે ઘણી છોકરીઓ શિક્ષક દ્વારા થપ્પડ મારવાના ડરથી શાળાએ આવતી નથી અને આ નિયમિત ઘટના છે.

Niraj Patel