ફિલ્મ ‘ઓરું અદાર લવ’ની મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયર રાતોરાત ઇન્ટરનેટ સેશેસન બની ગઈ હતી. સપ્રિયા પ્રકાશ વારિયર સોશિયલ મીડિયામાં સૌથી વધુ સર્ચ કરાવવાવાળી સેલિબ્રિટીમાં એક છે. મલયાલમ ફિલ્મમાં ડેબ્યુ કર્યા બાદ બોલીવુડમાં પણ ડેબ્યુ કર્યું છે. હવે પ્રિયા પ્રકાશ સીંગીગમાં પણ ડેબ્યુ કરી ચુકી છે.
પ્રિયા પ્રકાશે ગયા વર્ષે તેની આંખના ઈશારે ચર્ચામાં આવી હતી ત્યારે ફરી એકવાર પ્રિયા પ્રકાશ વારિયર લોકોના દિલ જીતવાની તૈયારીમાં છે. પરંતુ પ્રિયા પ્રકાશ વારિયર આ વખતે તેના આંખના ઇશારાથી નહિ પરંતુ તેના સૂરીલી અવાજના લીધે લોકોના દિલ જીતશે.
પ્રિયા પ્રકાશ તેની અપકમિંગ ફિલ્મ ‘ફાઇનલ્સ’માં એક રોમેન્ટિક ગીત ગાતી નજરે ચડે છે. આ વાતની જાણકારી ખુદ પ્રિયા પ્રકાશે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપી છે. પ્રિયા પ્રકાશે ‘ફાઇનલ્સ’ ફિલ્મની એક રોમેન્ટિક ગીત ગાતી જોવા મળી છે. અને તેની લિંક પર ઇન્સ્ટાગ્રામમાં શેર કરી છે. વિડીયો શેર કરતા પ્રિયા પ્રકાશે લખ્યું હતું કે, હું તમારો દિલથી આભાર માનું છું તમે મારા પહેલા પ્રયાસને સફળ બનાવ્યો.
સાથે જ લખ્યું હતું કે, હું પહેલી વાર કોઈ મુવી માટે ગીત રેકોર્ડ કર્યું છે. મારી માટે આ ખાસ અને શાનદાર અનુભવ રહ્યો છે. સંગીત હંમેશા મારી બીજી પસંદ રહી છે.
નોંધનીય છે કે,પ્રિયા પ્રકાશન પહેલી ફિલ્મ ‘ઓરું અદાર લવ’ના એક ગીતથી સુપર હિટ થઇ હતી. આ ગીતમાં તે તેના કો-સ્ટાર ને આંખ મારતી નજર આવી હતી. ‘ઓરું અદાર લવ’એક રોમેન્ટિક ફિલ્મ હતી જે 2018માં રિલીઝ થઇ હતી. 2018માં શરૂઆત ઇન્ટરનેટની સનસની બનેલી પ્રિયા પ્રકાશ વારિયર 2019માં છવાયેલી જ છે.
પ્રિયા પ્રકાશના ફોટો અને વિડીયો વાયરલ થયા બાદ તેના ઇન્સ્ટાગ્રામમાં 70 લાખ ફોલોઅર છે. હાલમાં જ પ્રિયા પ્રકાશ વારિયરે સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ફોટો શેર કરી છે. જેમાં પ્રિયા પ્રકાશે ઓરેન્જ સ્કર્ટ અને વ્હાઇટ ટોપમાં બહુજ સુંદર લાગી રહી છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks