પૂજા કરીને પરત ફરી રહેલા 2 પૂજારીઓ પર લાઠી અને ચાકુથી હુમલો – જુઓ વીડિયો
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં પૂજા કરીને પરત ફરી રહેલા બે પૂજારીઓ પર હુમલાનો મામલો સામે આવ્યો છે. રીપોર્ટ અનુસાર, આ ઘટના શનિવારે રાત્રે બની હતી જ્યારે બે પૂજારીઓ પર 5 લોકોએ હુમલો કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તેમના પર લાકડીઓ અને ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર આ હુમલામાં પૂજારીને સામાન્ય ઈજા પહોંચી છે.
પોલીસને ઘટનાની માહિતી મળતા જ તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં આરોપીઓ હુમલો કરીને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. જો કે, પોલિસે આ કેસમાં બે લોકોની અટકાયત કરી લીધી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત બાકીના હુમલાખોરોની શોધખોળ પણ શરૂ કરાઇ છે. હુમલા પાછળના કારણની તપાસ ચાલુ છે.
મુંબઈ પોલીસ અનુસાર, મુંબઈમાં પૂજા કરી પરત ફરી રહેલા બે પૂજારીઓ પર 5 લોકોએ લાકડીઓ અને ચાકુ વડે હુમલો કર્યો હતો, આ હુમલામાં બંને પૂજારીઓને સામાન્ય ઈજા થઈ હતી. પોલીસે આ હુમલાના સંબંધમાં પ્રથમ ખિલારે અને છોટુ મણિહાર નામના બે લોકોની ધરપકડ કરી છે, જ્યારે બીજાની શોધખોળ ચાલુ છે.
Shocking video is from Mumbai where a few unknown men allegedly attacked priests returning after worship in the Kandivali Laljipada area. #Mumbai #Maharashtra #kandivali pic.twitter.com/Wa8DJj2XP3
— Gopi K (@kmgnath) August 18, 2024