દુકાનની અંદર જીન્સ લેવા માટે પહોંચ્યો આ વ્યક્તિ, દુકાનદારે 10 હજાર રૂપિયા કહ્યા, પછી ગ્રાહકે એવી રીતે લગાવ્યો ચૂનો કે જોતા જ રહી જશો વીડિયો

દુકાનદારે જીન્સની કિંમત ૧૦,૦૦૦રૂપિયા ગણાવી દીધી તો ગ્રાહકે જે રીતે ચૂનો લગાવ્યો તે જાણી દંગ રહી ગયા લોકો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રોજ હજારો વીડિયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો હેરાન કરી દેનારા હોય છે તો ઘણા વીડિયો આપણને પેટ પકડીને હસાવતા પણ હોય છે. તો ઘણા વીડિયોની અંદર અનોખો જુગાડ પણ જોવા મળતો હોય છે. પરંતુ હાલ એક દુકાનદાર અને ગ્રાહક વચ્ચેનો એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને તમે પેટ પકડીને હસવા લાગશો.

આપણે ઘણી જગ્યાએ જોયું હશે અને સાંભળ્યું હશે કે દુકાનદારો વારંવાર ગ્રાહકોને છેતરવાનો પ્રયાસ કરતા હોય છે. આ વીડિયોમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. જ્યારે દુકાનદાર ગ્રાહકને ટોપી પહેરાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ ગ્રાહકે તેને જબરદસ્ત રીતે મૂર્ખ બનાવ્યો. જેનો વીડિયો લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

એક ગ્રાહક જીન્સ પેન્ટ ખરીદવા કપડાંની દુકાને જાય છે. તે દુકાનદાર પાસેથી જીન્સ ખરીદવા સંમત થાય છે અને તેની કિંમત પણ પૂછે છે. ગ્રાહક કિંમત સાંભળીને આશ્ચર્યચકિત થઈ જાય છે. દુકાનદાર કહે છે કે પેન્ટની કિંમત દસ હજાર છે. ત્યારે ગ્રાહકે કહ્યું કે પડોશી દુકાનદાર 500 રૂપિયામાં વેચે છે પણ તમે દસ હજારમાં કેમ આપો છો. ત્યારે દુકાનદારનું કહેવું છે કે આ પેન્ટનો ઉપયોગ અમિતાભ બચ્ચને કર્યો હતો તેથી તેની કિંમત વધારે છે.

ગ્રાહક દુકાનદારની વાત સમજી ગયો કે તે તેને મૂર્ખ બનાવી રહ્યો છે, જેના પર તે તેની ચાલાક યુક્તિઓ રમે છે. તે પોતાના ખિસ્સામાંથી રૂ. 500ની નોટ કાઢીને દુકાનદારના હાથમાં મૂકે છે. દુકાનદારનું કહે છે કે પેન્ટની કિંમત 10 હજાર રૂપિયા છે. અને પછી ગ્રાહક કહે છે કે આ નોટ મને નરેન્દ્ર મોદીએ આપી હતી. તો તમે જાણો છો કે તેની કિંમત કેટલી છે? 10000 રૂપિયા.

આ વીડિયોને ગ્રાન્ડમસ્તી અર્પિત ચેનલ દ્વારા યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો છે. યુઝર્સ પણ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. 27 જાન્યુઆરીએ અપલોડ કરાયેલા આ વીડિયોને 20 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ અંગે કોમેન્ટ કરતાં યુઝર્સે કહ્યું કે તેમને આ વીડિયો ખુબ જ પસંદ આવ્યો છે.આ વીડિયો સ્ક્રિપ્ટેડ વીડિયો છે, જેની ગુજ્જુરોક્સ પુષ્ટિ નથી કરતું.

Niraj Patel