અજબગજબ

ગુજરાતની ગધેડીના એક લીટર દૂધનો ભાવ છે અધધધધધધધધધધ, ચારેય બાજુ છે તેની ડિમાન્ડ… જાણો એવું તો શું છે દૂધમાં?

ગુજરાતની ગધેડીઓની ચારેબાજુથી ડિમાન્ડ,સૌથી મોંઘું અને ઔષધીય ગુણો ધરાવતું દૂધ- જાણો કેટલો ભાવ?

સામાન્ય રીતે દૂધના ભાવમાં થોડો વધારો થતા જ સામાન્ય માણસ ચિંતામાં મુકાઈ જતા હોય છે. ત્યારે કોઈ 7000 રૂપિયે લીટર દૂધની વાત કરે ત્યારે તો આપણા હોશ જ ઉડી જાય, પરંતુ આ હકીકત છે. ગુજરાતની ગધેડીઓનું દૂધ 7000 રૂપિયા પ્રતિ લિટરના ભાવથી વેચાવવાનું છે.

Image Source

તમને જાણીને ખરેખર નવાઈ લાગશે પરંતુ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળતા હાલારી ગધેડાની પ્રજાતિના દૂધની ભારે માંગ છે. જામનગર અને દ્વારકા પંથકમાં મોટી સંખ્યામાં આ પ્રજાતિના ગધેડા જોવા મળે છે. આ ગધેડીના દૂધમાં ઔષધીય ગુણો હોવાથી ઊંચી કિંમતે વેચાય છે.

Image Source

આ પ્રજાતિની ગધેડીઓ રોજનું એકથી દોઢ લીટર જેટલું દૂધ આપે છે. આ દૂધની અંદર પોષક તત્વોની ભરમાર હોય છે તેમજ વિટામિન બીની પણ ભરપૂર માત્ર હોય છે, ગધેડીના દૂધના ઔષધીય ગુણોના કારણે બજારમાં તે ઊંચી કિંમતે વેચાય છે.

Image Source

હરિયાણાના હિસારામાં આવેલા નેશનલ રિસર્ચ સેન્ટર ઓન ઇકવેેન્સ તરફથી હિસારમાં ગધેડીના દૂધની ડેરી શરૂ કરવાનો પ્રોજકેટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજકેટ માટે અત્યારે હિસાર ખાતે હાલારી ગધેડાઓને કાળજી પૂર્વક ઉછેરવામાં આવી રહ્યાં છે. જ્યાં તેના દૂધની કિંમત 7000 રૂપિયા પ્રતિ લિટર રાખવામાં આવી છે.

Image Source

એક લોકવાયકા પ્રમાણે પ્રાચીન મિસરમાં સૌથી ચર્ચાસ્પદ રાણી કિલિયોપેટ્રાની સુંદરતાના દુનિયાભરમાં ભારે વખાણ થતા હતા. એવું પણ કહેવાય છે કે, તે ગધેડીના દૂધથી રોજ સ્નાન કરતી હતી. ગધેડીના દૂધમાં એન્ટી એજિંગ, એન્ટી ઓક્સિડન્ટ તથા બીજા તત્વ હોય છે. જે દૂધને દુર્લભ બનાવે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.