ગુજરાતમાં પણ કરો પ્રિ-વેડિંગ શૂટ, અહીં સુંદર જગ્યાઓની કોઈ કમી નથી! ઝરા હટકે પ્રિ-વેડિંગ ફોટોશૂટ તમે જોયું?

1

આજકાલ પ્રિવેડિંગ ફોટોશૂટનું ચલણ છે, તેમાં પણ હવે તો વિડીયો શૂટનું ચલણ આવી ગયું છે. આ વિડીયો પણ એવા કે જે એમની સ્ટોરી કહી જતા હોય. હવે તો ડેસ્ટિનેશન પ્રિવેડિંગ વિડીયો શૂટ કરાવે છે.

જયારે દેશભરમાં પ્રિવેડિંગ શૂટનો ટ્રેન્ડ છવાઈ ગયો છે. લોકો જુદી જુદી ડેસ્ટિનેશન પર જઈને પ્રિવેડિંગ શૂટ કરાવે છે. કેરળ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ વગેરે રાજ્યોમાં જઈને લોકો પ્રિવેડિંગ શૂટ કરાવે છે પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે ગુજરાતમાં પણ એવા આકર્ષક સ્થળો છે જ્યાં પ્રિવેડિંગ શૂટ કરી શકાય છે.

ત્યારે ગુજરાતના રાજકોટના આ કપલે પણ પોતાનું પ્રિવેડિંગ શૂટ કરાવ્યું હતું. અને એ પણ ગુજરાતની જ જુદી જુદી ડેસ્ટિનેશન પર.

આ કપલનું પ્રિવેડિંગ શૂટ જોઈને મન થઇ જાય કે જ્યાં આ શૂટ થયું છે એ જગ્યાઓ પર જઈએ અને પોતાનું પ્રિવેડિંગ શૂટ પણ અહીં જ કરાવીએ. તો ચાલો તમને જણાવી દઈએ કે આ શૂટ ગુજરાતની કઈ કઈ જગ્યાઓ પર થયું છે.

આ શૂટ ઘણી જુદી જુદી જગ્યાઓ પર કરવામાં આવ્યું છે, જેમાં જૂનાગઢ, ગીર નેશનલ પાર્ક અને દીવના કેટલાક સ્થળોનો સમાવેશ થાય છે. જૂનાગઢના નવાબનો મહેલ એટલે કે મહાબત મકબરો, નરસિંહ મહેતા લેક, અને કલવા નદી પર બનેલો ડેમ વિલિંગડન ડેમ જેવી જગ્યાઓ પર શૂટ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત ગીરના જંગલોમાં કંસારીયા ગામે આવેલા જમજીર ધોધ પાસે પણ આ વીડિયોનો થોડો ભાગ શૂટ કરવામાં આવ્યો છે જયારે દીવના નાગોઆ બીચ, નાઈડા કેવ્સ, જલંધર બીચ અને વણાકબારા પર આ વીડિયોનું ફિલ્માંકન કરવામાં આવ્યું છે.
સૌથી પહેલા વાત કરીએ મહાબત મકબરાની, તો આ મકબરો એ બહાઉદ્દીનભાઈ હસનભાઈની કબર તરીકે પણ ઓળખાય છે. માહિતી મુજબ 18મી સદીમાં આ મકબરો બાંધવામાં આવ્યો હતો. અને જૂનાગઢ એ શહેર છે એક સમયે ભારતમાં નવાબોનું વતન હતું.
મહાબત મકબરો એક ખૂબ જ જૂનું સ્મારક છે, અને અહીંના બાંધકામના કારણે આ પ્રવાસીઓની સાથે સાથે પ્રિવેડિંગ શૂટ માટે પણ આકર્ષણ બની રહે છે.

આ ફોટો ક્લિક થયો છે જલંધર બીચની નજીક આવેલી નાઈડ કેવ્સનો. લાગે છે ને એકડેમ રોમેન્ટિક. અહીં કુદરતી રીતે પડતા સૂર્યના કિરણો આ કેવ્સના પથ્થરોને ચમકદાર કેસરી રંગના હોય તેવો આભાસ કરાવે છે. અહીંની સુંદરતા પ્રકૃતિ પ્રેમીઓ અને ફોટોગ્રાફરને ખૂબ જ પસંદ આવે છે.
આ છે જમજીર ધોધ. સાસણગીરના જંગલમાં આવેલો આ જમજીર ધોધ ગુજરાતના સૌથી મોટા ધોધમાંનો એક ગણાય છે. જે જૂનાગઢ જિલ્લાની સૌથી સુંદર જગ્યા પણ માનવામાં આવે છે. આ ધોધ તેની આસપાસની સુંદરતા માટે પણ જાણીતો છે.
અને હવે વાત કરીએ આ ફોટોની કે જેમાં આ કપલ મસ્તી કરતુ નજરે ચડે છે. આ જગ્યા છે દીવનો નાગોઆ બીચ. આ બીચ ત્યાંની સુંદરતા અને ચોખ્ખાઈ માટે જાણીતી છે. અહીં જાઓ તો સનસેટની મજા માણવાનું ભૂલતા નહિ.

આ વીડિયોનું ફિલ્માંકન મારુતિ સ્ટુડિયો દ્વારા કરવામાં આવ્યું છે.

Photo Credit: કેવલ ગજેરા, જુલી ગજેરા

નીચે આપેલા વીડિયોમાં જોઈ શકો છો પ્રિ-વેડિંગ ના અદભુત નઝારો…એ પણ આપણા ગુજરાતમાં જ આવેલા રમણીય સ્થળો

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.. દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here