ખબર

ખુશખબરી: ગુજરાત સરકારે ફી ને લઈને એવો મોટો નિર્ણય લીધો કે પ્રાઇવેટ સ્કૂલની આવી બનશે, જાણો વિગત

છેલ્લા અઠવાડિયાથી અમુક પ્રાઇવેટ સ્કૂલવાળા ઓનલાઇન ફી ના નામ પર વાલીઓ પર દબાણ કરી રહ્યા છે કે ફી ભરવાની છે. પણ ગુજરાતમાં આવતી 15 ઓગસ્ટ સુધી શાળા અને કોલેજો બંધ રાખવાની જાહેરાત શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી છે. ઉપરાંત આજે મહત્વની જાહેરાત કરાઈ હતી કે સપ્ટેમ્બર સુધી ફી ભરવા માટે સ્કૂલો દબાણ કરી શકશે નહીં.

3મહિનાની ફી ભરવા માટે સ્કૂલ સંચાલકો વળી પર દબાણ કરી શકશે નહીં. 3 મહિનાને બદલે માસિક ફી ભરી શકાશે. કોરોના મહામારીમાં ફી લેવા માટે દબાણ કરાશે તો ચલાવી નહીં લેવાય અને શાળા સામે કાર્યવાહી કરવામાં આવશે.

જો કોઈ કમ્પ્લેઇન કરશે તો તેના આધારે શિક્ષણ વિભાગ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં જણાવ્યું કે પેરેન્ટ્સ માસિક હપ્તાથી ફી ભરી શકશે. સ્ટેશનરી અને ટ્રાન્સપોર્ટેશન સહિનાં ચાર્જ માગશે તો સીધી કાર્યવાહી કરવામાં આવશે. સપ્ટેમ્બર મહિનાની ફી ભરશો તો ચાલશે. યુનિફોર્મ અને પુસ્તકો માટે પણ પૈસા નહીં લઈ શકે. ખાનગી શાળાઓ પર નજર રાખવામાં આવશે.