એડવોકેટ મેહુલ બોઘરા પર થયેલા જીવલેણ હુમલા ઉપર CP પ્રદીપ દ્વારા યોજાઇ પ્રેસ કોન્ફરન્સ, જાણો શું-શું કહ્યુ…

હાલમાં જ 18 ઓગસ્ટના રોજ સુરતમાં એડવોકેટ મેહુલ બોઘરા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને આ ઘટનાથી ભારે ચકચાર મચી છે ત્યારે સુરત એડિશનલ સીપી સેક્ટર-1 દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી અને આ દરમિયાન તેમણે જણાવ્યુ હતું કે, આ મારામારીના કેસમાં પોલીસ દ્વારા બંને તરફે ગુના દાખલ કરવામાં આવ્યા છે અને સાથે જ સરકારી કર્મચારી જો ગેરકાયદે કામ કરતો જણાશે તો તેમના વિરોધ પણ કામગીરી કરવામાં આવશે. એડિશનલ સીપી પીએલ મલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યુ કે, મેહુલ બોઘરા પર હુમલાના કેસમાં સાજન ભરવાડ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે.

કર્મચારી દ્વારા જે પ્રકારે હુમલો થયો છે તેને જોતા તેને ટર્મિનેટ પણ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, મેહુલ મોઘરા સામે પણ એટ્રોસીટી સહિતના ગુના દાખલ કરવામાં આવ્યા છે. પીએલ મલે કહ્યુ કે, આ કેસમાં TRB સંકળાયેલો હોવાને કારણે એડિશનલ કમિશનર કક્ષાના અધિકારીની તપાસ સોંપાઇ છે. પોલીસ પ્રજા વિમુખ કામગીરી કરે છે ત્યારે કોઈ પણ સરકારી ગરમી ગેરકાયદે કામ કરશે તો તેના વિરુદ્ધ પણ કામગીરી થશે. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મોટાભાગના સવાલના જવાબમાં પોલીસ દ્વારા તપાસ થશે અને કાર્યવાહી કરાશે તેવા સરકારી જવાબ આપવામાં આવ્યા હતા.

સાજન ભરવાડની ફરિયાદ તાત્કાલિક લેવામાં આવી હતી અને એડવોકેટ મેહુલ બોઘરાની ફરિયાદ લેવામાં મોડું થયુ હતુ તો આ અંગે તેમણે જણાવ્યું કે સૌપ્રથમ તો ઇજાગ્રસ્ત મેહુલની સારવાર કરાવવી જરૂરી હતી અને ત્યારબાદ તેની ફરિયાદ લેવામાં આવી. મોડું થયું હશે તો તે અંગે પણ તપાસ કરવામાં આવશે. પીએલ મલ દ્વારા કહેવામાં આવ્યું કે TRB જવાન સાદા ડ્રેસમાં હોવા અંગે પણ તપાસ થશે અને તેમણે એ પણ જણાવ્યુ કે, વીડિયો ઉતારવો ગુનો નથી પરંતુ તેની તપાસ પછી પગલાં લેવાય છે.

પોલીસે હુમલો રોકવા પ્રયાસ કર્યો હતો છતાં તે અંગે પણ તપાસ થશે અને જરૂરી કાર્યવાહી થશે. પોલીસ પહેલા પણ વાયરલ વીડિયોને આધારે તપાસ કરતી હતી અને આગળના સમયમાં પણ કરશે. જણાવી દઇએ કે, પોલિસ દ્વારા યોજાયેલ પ્રેસ કોન્ફરન્સનો વીડિયો એડવોકેટ દ્વારા સોશિયલ મીડિયામાં શેર કરી લખવામાં આવ્યુ કે, ખોટું બોલતા કેટલા ફાફા મારવા પડે એ આ પ્રેસ કોન્ફરન્સ જોઈને તમને જાણવા મળશે. મને એક વસ્તુ નથી સમજાતી મિત્રો કે જાહેર જનતાના કામ માં, સારા કામમાં આ લોકો ગલત કામ કેમ કરી રહ્યા છે.

જેમની પાસેથી હું સહકારની અપેક્ષા રાખું છું એ લોકો સહકાર કેમ નથી આપતા. પણ ઠીક છે જનતા ની લડાઈ છે હું અને સમગ્ર જાહેર જનતા એક સાથે ભેગા મળીને લડીશું. આજ દિવસ સુધી એવું હતું કે આઇ.પી.એસ અધિકારીઓમાં દેશ દાજ હોય છે દેશભક્તિ હોય છે લોકોની સેવા કરવાની ભાવના હોય છે પણ સાબિત ના થયું એ વાતનો મને અફસોસ રેશે. જય હિન્દ.

Shah Jina