અભિનેતા શરમન જોશીની સુંદર પત્નીની 7 તસ્વીરો જોઈને આજકાલની હિરોઈનુ શરમાઈ જશે
બૉલીવુડ સેલેબ્સ કોઈને કોઇ પાર્ટી ને ઇવેન્ટમાં નજરે ચડે છે, તો ઘણા લોકો એવા પણ હોય છે કે, પાર્ટી અને લાઈમલાઈટથી દૂર રહેવાનું જ પસંદ કરે છે, તે પછી સુપરસ્ટારની પત્ની કેમ ના હોય.

આજે અમે વાત કરવા જઈ રહ્યા છે એક એવા વ્યક્તિની જે ખૂંખાર વીલનની દીકરી અને બૉલીવુડ એક્ટરની પત્ની હોવા છતાં પણ પબ્લિક ઇવેન્ટ અને લાઈમલાઈટથી દૂર જ જોવા મળે છે. અમે વાત કરવા જઈ રહ્યા છે. પ્રેમ ચોપરાની દીકરી અને શર્મન જોશીની પત્ની પ્રેરણા ચોપરા જોશીની.

ખૂંખાર વિલનની ત્રણ દીકરી પ્રેરણા ચોપરા, પુનિતા ચોપરા અને રકિતા ચોપરા છે. શરમન જોશી અને પ્રેરણાના લગ્ન 15 જૂન 2000માં થયા હતા, બંનેને ત્રણ બાળકો પણ છે.

શરમન અને પ્રેરણાની મુલાકાત કોલેજના દિવસમાં થઈ હતી. આ બાદ મુલાકાતનો સિલસિલો વધી જતા બંને ગાઢ મિત્રો બની ગયા હતા. આ બાદ બંને એકબીજાને ગળાડૂબ પ્રેમમાં હતા.

1999માં શરૂ થયેલી આ લવ સ્ટોરી લગ્નમાં પરિણમી હતી. 15 જૂન 2000માં બંનેએ ગુજરાતી રીતરિવાજ મુજબ લગ્ન કરી લીધા હતા. શરમન અને પ્રેરણાના લગ્નમાં નજીકના લોકો અને મિત્રો જ શામેલ થયા હતા.

લગ્ન કર્યાના સમયગાળામાં જ શરમને બૉલીવુડ કરિયરની શરૂઆત કરી હતી. પ્રેરણા ચોપરાના પિતા પ્રેમ ચોપરા સિનેમા જગતના વિલેનનો રોલ નિભાવીને એ હદે સફળ થયા હતા કે, જે સુધી પહોચવા માટેનું સપનું દરેક એક્ટરનું હોય છે. આવી સફળતા શરમન જોશીને કયારે પણ નથી મળી.

શરમને મરાઠી અને ગુજરાતી થીએટરથી તેના અભિનયની શરૂઆત કરી હતી. વર્ષ 1999માં આર્ટ ફિલ્મ ગોડમધરથી તેને બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. બોલીવુડમાં વર્ષ 2001માં આવેલી ફિલ્મ ‘સ્ટાઇલ’થી તેને પ્રસિદ્ધિ મળી હતી, આ ફિલ્મ ઘણી સુપર હિટ સાબિત થઇ હતી. આ ફિલ્મમાં શરમનની એક્ટિંગની પણ પ્રશંસા કરવામાં આવી હતી.

પ્રેરણા એક બિઝનેસ વુમન છે. પ્રેરણા અને શરમન એકબીજાની કંપની ઘણી એન્જોય કરે છે. શરમન ફિલ્મી પરિવારમાંથી હોવા છતાં હંમેશા પ્રેરણાની રાય લે છે.

વર્ષ 2015માં આવેલી ફિલ્મ ‘હેટ સ્ટોરી-3’માં શરમને ઝરીન ખાન સાથે બોલ્ડ સીન આપીને બધાને ચોંકાવી દીધા હતા. શરમન જોશીએ છેલ્લા ઘણા વર્ષમાં ઘણી સોલો ફિલ્મ રિલીઝ કરી છે.

પરંતુ તેની ફિલ્મને ધારી સફળતા નથી મળી. આજકાલ શરમન તેની આગામી ફિલ્મ ‘ બબલુ બેચલર’ના પ્રમોશનમાં વ્યસ્ત છે.